ભાવનગરઃ સિહોરમાંથી મિલના કામદારોને ગેરકાયદેસર રીતે લોકડાઉનની સ્થિતિમાં લઈ અને રાજકોટ જતો ટ્રકને પેટ્રોલિંગમાં રહેલી સિહોર પોલીસે ઝડપી પાડ્યો હતો.
મિલના કામદારોને ભરી રાજસ્થાન લઈ જતા ટ્રકની પોલીસે કરી અટકાયત - Torres truck of Rajasthan passing
લોકડાઉનની સ્થિતિમાં ભાવનગરના સિહોરમાંથી ગેરકાયદેસર રીતે મિલના કામદારોની ભરેલી ટ્રક પેટ્રોલિંગ દરમિયાન સિહોર પોલીસે ઝડપી પાડ્યો હતો.
સિહોર પોલીસે બાતમીના આધારે રાજસ્થાન પાસિંગનો ટોરસ ટ્રક કે જેમાં મજૂરો હોવાની આશંકાના આધારે અટકાવી તેમાં તપાસ કરતા 27 જેટલા મજૂરો ટ્રકમાં છુપાયેલા હતા. જેથી પોલીસે આ મજૂરોની હેરફેર બાબતે પરવાનગી પૂછતાં આવી કોઈ પરવાનગી તેમની પાસે ના હોવાથી બે ટ્રક દ્રાઇવર અને ક્લીનર મળી કુલ 3 ઈસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ટ્રકમાં રહેલા 27 મજૂરને મેડીકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રક રાજસ્થાનથી ચૂનો ભરી સિહોર આવ્યો હતો અને વળતા પરત જતા સમયે કોઈ લાલચમાં 27 જેટલા મજૂરોને લઇ જઇ રહ્યો હતો ત્યારે પોલીસ હાથે ઝડપાઇ ગયો હતો.