ભાવનગરઃ ભાવનગર શહેરમાં દિવસે દિવસે ચોરીની (Bhavnagar police Theft Case) ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને હીરા ઉદ્યોગવિસ્તારમાં ત્યાં જ કામ કરતા કામદારો ક્યારેક કારખાનેદારને વિશ્વાસ જીતીને ખંખેરી લે છે. આવી જ ઘટના ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાંથી સામે આવી છે. હીરાની ઓફિસમાં નાઈટ ડ્યૂટી (Night Duty Manager) કરતો મેનેજર કર્મચારીનો રોકડ પગાર લઈ છુમંતર થઈ ગયો હતો. જેને લઈને કારખાના માલિકે પોલીસ ફરિયાદ કરી છે.
ત્રણ દિવસ રાહ જોઈઃ ભાવનગર શહેરમાં વિજયરાજનગરમાંહીરાની ઓફીસ ધરાવતા માલિકને ત્યાં ઘણા સમયથી કામ કરતો મેનેજર રોકડ લાખોની રકમ લઈ રફુચક્કર થઈ ગયો છે. માલિકે બે ત્રણ દિવસ રાહ જોયા બાદ મેનેજર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા 18.51 લાખ લઈને ગયેલા મેનેજર સામે માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેની સામે ભાવનગર પોલીસે એને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. કાળિયાબીડમાં રહેતા મુકેશભાઈ ધામેલીયા વિજયરાજનગરમાં શેરી નંબર ચારના ખૂણે આવેલા આદિત્ય કોમ્પ્લેક્સમાં હીરાની ઓફિસ ધરાવે છે.
હીરાની ઓફિસનો મેનેજર કર્મચારીની 18 લાખની સેલેરી લઈ ગુમ, તપાસ શરૂ
ભાવનગર શહેરમાં હીરા ઉદ્યોગ (Bhavnagar police Theft Case) ધમધમી રહ્યો છે. પણ આ ઉદ્યોગમાં ચોરીની ઘટના જાણે સામાન્ય બની રહી હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે. ડાયમંડ ટ્રેડિંગની ઓફિસમાં નાઈટ ડ્યૂટીમાં મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિએ એની જ ઓફિસમાંથી પૈસા ખંખેરી ગયો છે. જેને લઈને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.
કોણ છે આઃઆ મુકેશભાઈની ઓફીસમાં ઘણા સમયથી કામ કરતા વિવેક મનજીભાઈ દિયોરા નામનો રાત્રીના સમયનો મેનેજર 9 તારીખના રોજ ઓફિસમાંથી રફુચક્કર થઈ ગયો હતો. જેને પગલે બાદમાં માલિકને મેનેજરની કરેલી કળા સમજાય હતી. વિજયરાજનગરમાં હીરાની ઓફિસ ધરાવતા મનીષભાઈ ધામેલીયાના ઓફિસમાંથી 9 તારીખના રોજ વિવેક મનજીભાઈ દિયોરા ઓફિસમાં કામ કરતા 110 કર્મચારીઓનો 18.51 લાખનો રોકડ પગાર લઈને સુમંતર થઈ ગયો હતો. બે ત્રણ દિવસ રાહ જોયા બાદ પરત નહીં આવતા અંતે માલિકે લોકરમાંથી રોકડ લઈને ફરાર થયેલા મનીષ ધામેલીયા વિવેક મનજીભાઈ દિયોરા સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.