- તળાજાના 26 વર્ષીય યુવાને લીધી ચંદ્ર પર જમીન
- એક એકર જમીન જાવેદ ગીગાનીએ 55 હજારમાં ખરીદી
- ચંદ્ર પર સી ઓફ મસ્કરી વિસ્તારમાં ખરીદી જમીન
ભાવનગર : ચંદ્ર પર જવાનું સ્વપ્ન હંમેશા આપણે વાર્તાઓમાં સાંભળતા હોઈએ છીએ, ત્યારે આવા સ્વપ્ન હકીકત પણ બનતા હોય છે. તેનું ઉદાહરણ ભાવનગર જિલ્લાના યુવાને સાકાર કર્યું છે. 26 વર્ષીય જાવેદ ગીગાનીએ અમેરિકન કંપની પાસેથી ચંદ્ર પર જમીન ખરીદી હોવાનો દાવો દસ્તાવેજ સાથે કર્યો છે, જો તેવું શક્ય હોય તો કદાચ ગુજરાત અથવા ભારતનો આ ત્રીજો યુવાન હશે.
તળાજાના યુવાને ચંદ્ર પર ખરીદી જમીન અમેરિકન કંપની લુનાર પાસેથી તેને 1 એકર જમીન 55 હજારમાં ખરીદી આ પણ વાંચો -20 જુલાઈ: ચંદ્ર પર માનવીનું પ્રથમ કદમ, કવિઓની કલ્પના બદલી હકીકતમાં
જાવેદ ગીગાની કોણ છે? અને ચંદ્ર પર કેમ ખરીદી જમીન?
જાવેદ ગીગાની 26 વર્ષીય અને ભાવનગરના તળાજાનો રહેવાસી છે. અમેરિકન કંપની લુનાર પાસેથી તેને 1 એકર જમીન 55 હજારમાં ખરીદી છે, જયારે અંદાજે 750 યુએસ ડોલર થવા જાય છે. જાવેદ એન્જીનીયર છે, તેને મરીન એન્જીનીયરિંગ કરેલું છે. જે કારણે તેને અવકાશ અને સમુદ્ર સાથે ભારે લગાવ છે, તેથી તેને ચંદ્ર પર જમીન ખરીદી છે.
જાવેદ ગીગાની 26 વર્ષીય અને ભાવનગરના તળાજાનો રહેવાસી છે એક એકર જમીન જાવેદ ગીગાનીએ 55 હજારમાં ખરીદી આ પણ વાંચો -ચંદ્રયાન 2: એક ગુજરાતીનું નામ ચંદ્ર સુધી પહોંચશે, જુઓ અહેવાલ
ચંદ્ર પર ક્યાં જમીન અને તેની શું અપેક્ષા?
ત્રણ-ચાર માસથી પ્રયાસ કરી રહેલા જાવેદને 12 માર્ચના રોજ સર્ટિફિકેટ લુનાર કંપની દ્વારા આપવામાં આવ્યું હતું. ચંદ્ર પર કંપની દ્વારા સી ઓફ મસ્કરી વિસ્તારમાં એક એકર જમીન આપી છે. હાલમાં એક દિવસ પહેલા તેને સર્ટિફિકેટ કંપની દ્વારા દસ્તાવેજો આપવામાં આવ્યા છે. જાવેદ આમ તો અલંગમાં ફેરનેશ અને ઓઈલનું કામ કરી રહ્યો છે અને તેને આશા છે કે, તેની જિંદગીના સમયમાં ચંદ્ર પર જવાનું શકય હશે તો તે જશે, પણ હાલમાં ચંદ્ર પર જમીન ખરીદીને તેને ખૂબ જ ખુશી થઈ રહી છે.
ચંદ્ર પર સી ઓફ મસ્કરી વિસ્તારમાં ખરીદી જમીન જાવેદને 12 માર્ચના રોજ સર્ટિફિકેટ લુનાર કંપની દ્વારા આપવામાં આવ્યું આ પણ વાંચો -ચંદ્રયાન-2માં ચંદ્રની આહ્લાદક તસ્વીરો કરાઈ ક્લિક, ઈસરોએ ટ્વીટ કરી કરી જાહેરાત