- નવા જાળીયા ગામે આર્મી જવાનના પત્નીએ મોતને કર્યું વ્હાલું
- પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
- પતિ બેંગ્લોરમાં આર્મીમેન તરીકે ફરજમાં
ભાવનગર : જિલ્લાના સિહોર તાલુકાના જાળિયા ગામે રહેતા આર્મી જવાનના પત્નીએ કોઈ કારણસર બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સિહોરના નવા જાળીયા ગામે આર્મી જવાનની પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી
સિહોરના જાળીયા ગામે રહેતા અને બેંગલોર ખાતે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ ગોહિલના પત્ની ક્રિષ્નાબા ઉર્ફે દુર્ગાબાએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવમાં આર્મી જવાન દેવેન્દ્રસિંહ 1 માસની રજામાં અહીં આવ્યા હતા. તેઓ 15 દિવસ પહેલાં જ તેઓ પોતાની ફરજ પર બેંગલોર પરત ફર્યા હતા. બંનેના લગ્નને હજુ અઢી વર્ષ જેટલો સમય થયો છે. જ્યારે આ બનાવ અંગેનું કોઈ કારણ હજુ બહાર આવ્યું નથી. જ્યારે પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.