ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરાટ જહાજ બન્યું અતિત, મ્યુઝીઅમ બનાવાની અરજી મુંબઇ કોર્ટે ફગાવી - મુંબઇ કોર્ટે

ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આવેલા નેવીના વિરાટ જહાજ ભાવનગરના શ્રી રામ શીપીંગ ઇન્ડસ્ટ્રીઝએ ખરીદી કર્યા બાદ વિરાટને મ્યુઝીઅમ તરીકે જાહેર કરવાની માગ ઉઠી હતી. મુંબઈ સ્થિત એક કંપની દ્વારા પણ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે ચુકાદો શીપબ્રેકરના પક્ષમાં આવતા વિરાટ હવે અતિત બનશે. કારણ કે અલંગ શીપબ્રેકરએ જહાજ તોડવાનો પ્રારંભ પણ કરી દીધો છે.

virat ship
virat ship

By

Published : Dec 6, 2020, 3:57 PM IST

Updated : Dec 6, 2020, 8:50 PM IST

  • વિરાટની અંતિમ સફર પૂર્ણ બનશે અતિત
  • મુંબઈ કોર્ટમાં પીટીશિન બાદ શિપબ્રેકરની જીત
  • જહાજનું કટિંગ અને બીચિગ એકી સાથે શરૂ
    વિરાટ જહાજ બન્યું અતિથ


ભાવનગરઃ અલંગમાં આવેલા નેવીના વિરાટ જહાજ તોડવા માટે ભાવનગરના શીપબ્રેકર શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ પટેલ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમો પણ વિદાયના યોજવામાં આવ્યા હતા. વિરાટને લઈને હાલમાં મુંબઈની એક કંપનીએ રાષ્ટ્રપ્રેમી હોવાના નામે મુંબઈ કોર્ટમાં ઘા જીકીને વિરાટને મ્યુઝીઅમ બનાવવાની માગ કરી હતી. જો કે કોર્ટમાં જીત શિપબ્રેકરની થતા હવે મ્યુઝીઅમ બનવાની વાત ભૂતકાળ બની જશે. કારણ કે શીપબ્રેકર દ્વારા બીચીંગ કરીને તેને તોડવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જો કે મુંબઇ હાઇકોર્ટ ખરીદનાર અને વહેંચનારને કોઈ તકલીફના હોઈ તો અમને કોઈ તકલીફ નથી. તેઓ જવાબ પિટિશનમાં અપાયો હતો. ત્યારે કેન્દ્રના રક્ષા મંત્રાલયે મુંબઈના એનવીટેક મરીન કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડની મ્યુઝીઅમની અરજી ફગાવી દેતા વિવાદ પૂર્ણ થઈ ગયો છે

શ્રી રામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં હાલ વિરાટની શુ સ્થિતિ

ભાવનગરના અલંગમાં પ્લોટ 9માં આવેલું વિરાટ કાંઠેથી આશરે 900 ફૂટ દૂર પાણીમાં છે. પણ કટિંગ કરવાનું કામ પ્રારંભી દેવામાં આવ્યું છે. વિરાટના વનવેના ઊંચાઈ વાળા ભાગનું કટિંગ દરિયામાં જ થઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દિવાળી બાદના લાભ પાંચમથી થોડું-થોડું કટિંગ દરિયામાં જ કરવાનું શરૂ કરી દીધું હોવાનું પણ સૂત્રએ જણાવ્યું છે. જો કે શિપબ્રેકર મુકેશભાઈ પટેલે પણ સ્પષ્ટ કહ્યું હતું કે હવે વિરાટનું કટિંગ કામ શરૂ કરી દેવાયુ છે અને સાથે ધીરે-ધીરે સંપૂર્ણ કાંઠે લાવવા માટે બીચિંગ પ્રક્રિયા પણ ભરતી દરમિયાન કરવામાં આવી રહી છે.

Last Updated : Dec 6, 2020, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details