ગુજરાત

gujarat

ETV Bharat / state

તળાજાના આર્મી મેન નોકરી પૂર્ણ કરી વતન પરત ફર્યા, ગ્રામજનોએ વાજતે-ગાજતે કર્યું સ્વાગત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના ઘનશ્યામભાઈ આર્મીમાં નોકરી કરી અને વતન પરત ફરતા તેઓનુ વેળાવદર રેલ્વે સ્ટેશન પર સામયુ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આર્મીની નોકરી અને દેશની સેવા કરી ગોરખી ગામ પહોચ્યા હતા જયા ગામના યુવાનો દ્વારા ફુલહાર લઇ તેમનુ સ્વાગત કર્યું હતું.

army
army

By

Published : Dec 3, 2020, 8:57 PM IST

  • ગ્રામજનોએ નિવૃત આર્મી જવાનનું કર્યું સ્વાગત
  • તળાજાના ગોરખી ગામનો સપૂત દેશની સેવા પૂર્ણ કરી આવતા વાજતે ગાજતે સન્માન કરાયું
  • ગોરખી ગામનું નામ રોશન કરનાર ઘનશ્યામભાઈને વેળાવદર સ્ટેશન થઈ ગામ સુધી વાજતે ગાજતે ગોરખી લાવ્યા

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના મકવાણા ઘનશ્યામભાઈ બટુકભાઈ અરુણાચલમાં આર્મીની નોકરી પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. ત્યારે ગોરખી ગામના દેશપ્રેમીઓ દ્વારા વેળાવદર સ્ટેશન પરથી આર્મી મેનનું સામૈયું કરી ખુશી સાથે વાજતે-ગાજતે ગોરખી ગામમાં લાવવામાં આવ્યા હતા.

ગ્રામજનોએ કહ્યું કે દેશના સીમાડાની રક્ષા કરીને પરત આવેલા ગોરખી ગામના સપૂત અને દેશના સીમાડે ગોરખી ગામનું નામ રોશન કરનાર ઘનશ્યામભાઈનું સ્વાગત કરવું જ પડે. સાથે કહ્યું કે ઘનશ્યામભાઈ નોકરી પૂર્ણ કરીને આવ્યા છે અને દેશ માટે જાનની પણ પરવા કર્યા વગર દેશની રક્ષા કરી છે એ અમારા માટે ગૌવરવની વાત છે.

ABOUT THE AUTHOR

...view details