- મતદાન જાગૃતિ માટે બેનરો સાથે રાખી સાયકલ રેલી યોજાઈ
- મતદાન જાગૃતિ સાયકલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી
- સાયકલ રેલીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા
ભાવનગર: શહેરમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી મહાનગરપાલિકા ચૂંટણી માટે લોકોમાં જનજાગૃતિ આવે તેમજ મતદાનના દિવસે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું હતું.
મતદાન જાગૃતિ માટે બેનરો સાથે સાયકલ રેલી
ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે મતદાન એ દરેક નાગરિકનો હક છે અને મતદાનનાં ભગીરથ કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાઈ મતદાન કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સોમવારના રોજ શહેરના વાઘાવાડીથી મતદાન જાગૃતિ અંગે અભિયાન હાથ ધરવામાં આવ્યું જે અંગે બીએમ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે બેનરો સાથે રાખી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.