- ભાવનગર સર ટી હોસ્પિટલના અનુસ્નાતક તબીબોની હડતાળ બે દિવસ બાદ સમેટાઈ
- બોન્ડની માંગણીના પગલે તબીબીઓ ઉતર્યા હતા હડતાળ પર અને કર્યો હતો વિરોધ
- સર ટી હોસ્પિટલના 250 પૈકી 80 થી 90 જ તબીબો હતા હડતાળ પર - સુપરિટેન્ડન્ટ
ભાવનગર: શહેરમાં કોરોના કેસ ઓછા થયા બાદ અનુસ્નાતક તબીબોને પોતાની માંગને લઈને વિરોધના સુર પુરાવવાની ફરજ પડી હતી. અનુસ્નાતક મેડિકલ કોલેજના તબીબોએ બે દિવસ આંદોલન કરી બોન્ડની માંગણી કરી હતી જેથી હોસ્પિટલમાં તબીબોની ઘટ ઉભી જરૂર થઈ હતી પણ હોસ્પિટલની સ્થિતિથી વાકેફ કરવા હોસ્પિટલ આંખ આડા કાન કરીને સબ સલામતની વાત કરી રહી છે.
હોસ્પિટલની સ્થિતિ શુ ?
ભાવનગર સર ટી હોસ્પિટલમાં ભાવનગર સહિત અમરેલી,બોટાદથી પણ દર્દીઓ આવતા હોય છે. અનુસ્નાતક તબીબોને કોરોનાની બીજી લહેર બાદ બોન્ડની માંગણી સાથે તબીબો હડતાળ પર ઉતર્યા હતા પણ બે દિવસ બાદ હડતાળ સમેટાઈ ગઈ છે બે દિવસમાં હોસ્પિટલમાં તબીબોની અછત ઉભી થઇ હોવાનું જાણવા મળ્યું નથી.