ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના SPએ માછીમારો સાથે બેઠક કરી, દરિયાઈ સુરક્ષા સઘન કરવા અંગે આપ્યું માર્ગદર્શન - સઘન સુરક્ષા

પોલીસ હંમેશા પ્રજાના પડખે છે અને કોઈ પણ સમસ્યા થાય તો પોલીસ તેનું નિવારણ લાવશે જ આવો વિશ્વાસ વધુ મજબૂત કરવા ભાવનગરના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે તળાજાના સરતાનપર બંદરની મુલાકાત લીધી હતી. તેમની સાથે એસઓજી અને તળાજાના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પોલીસ અધિકારીઓએ ભેગા મળીને માછીમારોને માર્ગદર્શન આપ્યું હતું.

ભાવનગરના SPએ માછીમારો સાથે બેઠક કરી, દરિયાઈ સુરક્ષા સઘન કરવા અંગે આપ્યું માર્ગદર્શન
ભાવનગરના SPએ માછીમારો સાથે બેઠક કરી, દરિયાઈ સુરક્ષા સઘન કરવા અંગે આપ્યું માર્ગદર્શન

By

Published : Jan 23, 2021, 1:47 PM IST

  • ભાવનગરના જિલ્લા પોલીસ વડાએ માછીમારો સાથે યોજી બેઠક
  • અજાણી બોટ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવીઃ SP
  • કોઈ નવા માણસોની અવરજવર અંગે પોલીસને જાણ કરવીઃ SP
  • માછીમારો સાથે અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ સંવાદ કર્યોઃ SP

ભાવનગરઃ ભાવનગરના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે દરિયાઈ સુરક્ષા સઘન બનાવવા સરતાનપર બંદરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે માછીમારો સાથે બેઠક યોજી તેમને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પોલીસ વડા સાથે મહુવાના વિભાગીય પોલીસ અને તળાજા પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માછીમારોને વિવિધ બાબતો અંગે અપાયું માર્ગદર્શન

તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામમાં ભાવનગર જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ સહિત SOG સ્ટાફ તેમજ મહુવા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક જાડેજાએ મુલાકાત લીધી હતી. અહીં તેમણે માછીમારો અને દરિયાખેડુઓનો એક સંવાદ યોજ્યો હતો. ભૂતકાળમાં મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલાઓમાં જેતે સમયે આતંકવાદીઓ સૌરાષ્ટ્રના દરિયા કિનારે થઈને પ્રવેશ કરેલો અને તે વિષય ને લઈને માર્ગદર્શન આપવા આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે...


જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં મુંબઈ સહિત અન્ય જગ્યાએ આતંકવાદીઓએ હુમલામાં ગુજરાત સોરાષ્ટ્રના દરિયાઈ માર્ગે પ્રવેશ કરીને હુમલા કર્યા હતા. તેની સાવચેતીરૂપે આપણે દરેક બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. આપણે અજાણી બોટ દેખાય કે આપણાથી અલગ પ્રકારના કોઈ નવા માણસોની અવરજવર કે ચહલપહલ થાય તો તરત પોલીસને જાણ કરવી. જિલ્લા પોલીસ વડાએ માછીમારોને વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે, આપણા વિસ્તારમાંના કોઈ લોકો સામેલ છે કે નહીં તેવી કોઈ માહિતી હોય તો પણ પોલીસને આપવી અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

સરકારે 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલા લીધા છે એટલે અમે આ બેઠક યોજી છેઃ SP

તળાજાનો દરિયા કિનારો ખૂબ મોટો અને અલંગ મરિન પોલીસ મથક પણ હોવાથી તેને પણ એસપી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તળાજા અને દાઠા સહિતના વિસ્તારોમાં દરિયા કિનારો આવેલો છે અને આવા મોટા વિસ્તારમાં દરિયાઈ ખેડુ અને માછીમારને જ સલાહ-સૂચન આપી સતર્ક રહેવા તાકીદ કરવામાં આવે છે. આગામી સમયમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવા સંવાદ કરીને લોકોને માહિતગાર કરવા જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details