ભાવનગરઃ શહેરના ન્યાય મંદિરમાં કોરોનાને પગલે સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કોર્ટમાં આવતા જતા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગથી તાપમાન માપ્યા બાદ વ્યક્તિઓને પ્રવેશવા દેવામાં આવતા હતા.
કોરોના ઇફેક્ટઃ ભાવનગરના ન્યાય મંદિરમાં સ્ક્રિનીંગ હાથ ધરાયું - કોરોના વાયરસ
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર ન્યાય મંદિરમાં પણ કોરોનાને પગલે સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોરોનાની અસર દેખાઇ રહી છે. રોજબરોજ કોરોનાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં કોરોનાને પગલે તંત્ર એલર્ટ બની ગયું છે. ભાવનગરમાં કોરોનાના ત્રણ કેસ શંકાસ્પદ નોંધાયા હતા. આ ત્રણેય દર્દીઓને રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો. પરંતુ તંત્ર દ્વારા હવે શહેરમાં ઠેર-ઠેર સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.
શહેરના ન્યાય મંદિરમાં કોરોનાને પગલે સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું હતું. કોર્ટમાં આવતા કર્મચારી સહિતના દરેક વ્યક્તિના સ્ક્રીનિંગ બાદ પ્રવેશ આપવા આવી રહ્યો છે.