ભાવનગરઃ ભાવનગરમાં તગડી ફી લેતી એક પણ શાળાઓ ફી માફ કરવાની જાહેરાત નથી કરી કે નથી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી. ત્યારે નાના સંકુલ ચલાવતી શાળાઓ દિલદારી બતાવી રહી છે. ભાવનગરની એક સારથી શાળાએ બાળકોને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે.
ભાવનગરની આ શાળા કોરોના વોરિયર્સના બાળકોને એક વર્ષ મફત શિક્ષણ આપશે - ભાવનગર શાળા ફી
ભાવનગરમાં તગડી ફી લેતી એક પણ શાળાએ ફી માફ કરવાની જાહેરાત નથી કરી કે નથી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી. ત્યારે નાના સંકુલ ચલાવતી શાળાઓ દિલદારી બતાવી રહી છે. ભાવનગરની એક સારથી શાળાએ બાળકોને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે.
![ભાવનગરની આ શાળા કોરોના વોરિયર્સના બાળકોને એક વર્ષ મફત શિક્ષણ આપશે Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6884129-210-6884129-1587472524796.jpg)
કોરોનાની મહામારીમાં કોરોનાં વોરિયર્સ ગણાતા ડોકટર પોલીસ જેવા અન્ય કર્મચારીઓના બાળકોને એક વર્ષ મફત શિક્ષણ આપવાની જાહેરાત ભાવનગરની એક ખાનગી શાળા દ્વારા કરવામાં આવી છે. સારથી વિદ્યા સંકુલે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીમાં ફરજ બજાવતા તમામ વિભાગના કર્મચારીઓના બાળકોને એક વર્ષ ફ્રી માં અભ્યાસ કરાવશે અને પોતાનું યોગદાન આપશે.
કોરોના વાઈરસ સામે લડી રહેલા પોલીસ અને આરોગ્ય વિભાગાન કર્મચારીઓના બાળકોને આ શાળા બાલમંદિર થી ધો 12 સુધી સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં કોઈપણ ધોરણ કે ફેકલ્ટીમાં એક વર્ષ વિના મૂલ્યે શિક્ષણ આપશે.
ડોકટરો, નર્સ, પોલીસ, સફાઈ કામદારો, હોમગાર્ડ સહિતના લોકો કોરોનાના કપરા કાળમાં જીવન જોખમે ફરજ બજાવનારા તમામ લોકોના બાળકોને એડમિશન આપશે.