ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં કવિનું સર્જન કરતી બુધસભા લોકડાઉનમાં પણ ચાલું, વોટસઅેપથી યોજાય છે સભા - lock down in bhavanagar

ભાવનગરમાં કવિઓનું સર્જન કરતી દર બુધવારની બુધસભાની એક પણ બેઠક આજદિન સુધી રદ નથી થઈ. ત્યારે લોકડાઉનમાં પણ ચાર બેઠક યોજાઇ ગઈ છે. કવિઓએ સોશિયલ મીડિયાનો દુષ્પ્રચાર કે અફવા માટે નહીં પણ સાહિત્યને બચાવવા અને નવી રચનાઓને અમલમાં લાવવા ઉપયોગ શરૂ કર્યો છે. ભાવનગરમાં ચાર બુધસભા વોટ્સએપમાં યોજાઈ અને લોકડાઉન રહે ત્યાં સુધી વોટસઅપના માધ્યમથી બુધસભા ચાલુ રાખી તેને ખંડિત નહીં કરવાનું બીડું પણ સંચાલકોએ ઉપાડ્યું છે.

etv Bharat
કવિનું સર્જન કરતી બુધસભા લોકડાઉનમાં વોટસઅપથી યોજાય છે.

By

Published : Apr 15, 2020, 10:26 PM IST

ભાવનગર: કવિઓનું સર્જન કરતી દર બુધવારની બુધસભાની એક પણ બેઠક આજદિન સુધી રદ નથી થઈ. ત્યારે લોકડાઉનમાં પણ ચાર બેઠક યોજાઇ ગઈ છે. કવિઓએ સોશિયલ મીડિયાનો દુષ્પ્રચાર કે અફવા માટે નહીં પણ સાહિત્યને બચાવવા અને નવી રચનાઓને અમલમાં લાવવા ઉપયોગ શરૂ કર્યો છે. ભાવનગરમાં ચાર બુધસભા વોટ્સએપમાં યોજાઈ અને લોકડાઉન રહે ત્યાં સુધી બુધસભા ચાલુ રાખી તેને ખંડિત નહીં કરવાનું બીડું પણ સંચાલકોએ ઉપાડ્યું છે.

ભાવનગરમાં બુધસભા 1980થી શહેરની શિશુવિહારમાં ચાલે છે. નવા નવા કવિઓની રચનાઓ અહીંયા બુધ સભામાં મુકવામાં આવે છે. પણ હાલ લોકડાઉનમાં રૂબરૂ કવિઓની મુલાકાત સંભવ નથી ત્યારે બુધસભાની એક પણ બેઠક સંચાલક દ્વારા લોકડાઉન હોવા છતાં પણ આ સભા ખંડિત થઇ નથી.

કવિનું સર્જન કરતી બુધસભા લોકડાઉનમાં વોટસઅપથી યોજાય છે.

શિશુવિહારમાં ચાલતી બુધસભામાં દર બુધવારે સાંજે 6.15 થી 7.30 સુધી યોજવામાં આવે છે. નવા કવિઓ અને જૂના કવીઓનું મિલન બુધસભામાં થાય છે. સ્વ તખ્તસિંહજી પરમાર દ્વારા 1980માં શરૂ કરવામાં આવેલી બુધસભાની બેઠકો 2000 ઉપર પહોચી ગઈ છે. એક પણ બુધસભા આજદિન સુધી બંધ રહી નથી એ સૌથી મોટી વાત છે સંચાલકો બદલાતા રહ્યા અને નવા કવિઓ આવતા રહ્યા પણ બુધસભા બંધ રહી નથી.

શહેરના ચોકમાં ઓટલા પરથી શરૂ થયેલી બુધસભાની બેઠકો આજે પણ શરૂ છે. આ બુધસભાના હાલના સંચાલક કૃપાબેન ઓઝાએ બુધસભાને યથાવત રાખી છે. સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ આજે આપના સાહિત્યને બચાવવામાં થઈ રહ્યો છે જે સારી નિશાની છે કૃપાબેન લોકડાઉનમાં બુધ સભા વોટસઅપ પર યોજી રહ્યા છે.

કવિનું સર્જન કરતી બુધસભા લોકડાઉનમાં વોટસઅપથી યોજાય છે.

બુધવારે 15 એપ્રિલ 2020ની 2067મી બુધસભાની બેઠક વોટ્સએપ પર યોજવામાં આવી હતી. બુધસભાના સાંજના સમયમાં દરેક ઇચ્છુક કવિઓ એકબીજા પાસેથી નંબર મેળવીને બુધસભાના ગ્રુપમાં એડ થાય છે. બુધસભાના દિવસે પોતાની નવી રચેલી કવિતાઓ, દુહા કે શાયરી કે પછી મુશાયરા મૂકે છે. કૃપાબેન દરેક કવિએ મુકેલી નવી રચનો એક નોટબુકમાં લખે છે અને આમ બુધસભાની પ્રણાલીને લોકડાઉનમાં પણ યથાવત રાખી રહ્યા છે. કૃપાબેન ત્રણ બુધસભા વોટ્સએપમાં કરી ચુક્યા છે. બુધસભામાં આશરે 40 જેટલા કવિઓ જોડાયેલા છે અને નવા આવતા કવિઓને પણ સ્થાન આપવામાં આવે છે

ABOUT THE AUTHOR

...view details