ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરાળા તાલુકાના ટીંબા ગામના લોકોએ પ્રાથમિક શાળામાં કરી તાળાબંધી - ભાવનાગરના સમાચાર

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા તાલુકા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭માં અભ્યાસ કરતાં વિધાર્થીઓની જે શાળામાં ૨૦થી ઓછી સંખ્યા હોય તે શાળાના વિધાયાર્થીઓને નજીકના અન્ય પ્રાથમિક શાળામાં મર્જ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસંધાને ઉમરાળા તાલુકાના ટીંબા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭માં અભ્યાસ કરતાં વિધાર્થીઓની સંખ્યા ૨૦થી ઓછી થતાં શાળાના ૧૩ વિધાર્થીઓને ધારૂકા પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવતા વિધાર્થીઓના વાલીઓ તેમજ ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી હતી. ત્યારબાદ ગ્રામજનોએ ટીંબા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી સરકારના શાળા મર્જ કરવાના આદેશ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

સરકારના આદેશ સામો વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષની લાગણી
સરકારના આદેશ સામો વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષની લાગણી

By

Published : Mar 9, 2021, 4:26 PM IST

  • ધો.6 અને 7ના વર્ગો બંધ કરવામાં આવતા ગામના લોકોમાં રોષ
  • અભ્યાસ કરાતા વિધાર્થીઓની સંખ્યા ૨૦થી ઓછી થઈ
  • ૧૩ વિધાર્થીઓને ધારૂકા પ્રાથમિક શાળામાં મર્જ કરવાનો સરકારનો આદેશ
  • સરકારના આદેશ સામો વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષની લાગણી
  • વિધાર્થીઓને જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડશે
  • સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરી શિક્ષણ વિભાગને શાળા મર્જ નહિ કરવા રજૂઆત

આ પણ વાંચોઃવડોદરાઃ આનંદ વિદ્યા વિહાર શાળાના 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

ભાવનગર:ઉમરાળા તાલુકાના ટીંબા ગામે આવેલા ટીંબા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭માં અભ્યાસ કરતા વિધાર્થીઓની કુલ સંખ્યા ૧૩ થતાં સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઉમરાળા તાલુકાના ધારૂકા ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીંબા ગામના લોકો તેમજ વિધાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાઈ જતા ટીંબા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શાળા મર્જ કરવાના સરકારના આદેશ સામે વિરોધ પ્રદર્શિત કરી શિક્ષણ વિભાગને શાળા મર્જ નહિ કરવા રજૂઆત કરી હતી. ટીંબા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭માં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં ૧૨ વિધાર્થીનીઓ અને ૧ વિધાર્થીનો સમાવેશ થતો હતો. ગ્રામજનોનું કહેવું છેકે ટીંબીથી ધારૂકા મર્જ કરેલા વિધાર્થીઓને જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડશે અને ૧૧ જેટલી વિધાર્થીનીઓની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. જેને લઈને સરકાર દ્વારા વિધાર્થીઓ માટે કોઈ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. તેમજ શાળામાં બે મહિના અગાઉ ધોરણ ૬ અને ૭નાં વર્ગો ચાલુ જ હતા તો શા માટે બંધ કરી વિધાર્થીઓને અન્ય શાળામાં મર્જ કરવમાં આવ્યા ? સહિતના અનેક સવાલો સાથે વિધાર્થીઓના વાલીઓએ શાળાએ આવી લેખિત રજૂઆત કરી હતી અને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ઉમરાળા તાલુકાના ટીંબા ગામે ગામના લોકોએ શાળામાં કરી તાળાબંધી

આ પણ વાંચોઃVNSGUના વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ આપવા આવ્યા નથી

શુ કહી રહ્યા છે શાળાના આચાર્ય

જોકે પ્રાથમિક શાળા સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધોરણ ૬ અને ૭ના વિધાર્થીઓને સરકારનાં આદેશ અનુસાર અન્ય ધારૂકા શાળામાં મર્જ કરવામાં આવ્યા છે તેમજ વિધાર્થીઓને ધારૂકા શાળાએ જવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે. વિધાર્થીઓ ધારૂકા શાળામાં એડમીશન લેશે ત્યારબાદ વ્યસ્થા કરવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉમરાળા તાલુકાના ટીંબા ગામના લોકોએ પ્રાથમિક શાળામાં કરી તાળાબંધી

ABOUT THE AUTHOR

...view details