ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજય રૂપાણીએ મહુવાના બસ સ્ટેન્ડનું ઇ-ખાતર્મુહૂર્ત કર્યું - સાંસદ નારણભાઇ

મહુવાના મુખ્ય બસ સ્ટેન્ડનું ઇ-ખાતર્મુહૂર્ત વિજય રૂપાણીએ શુક્રવારના રોજ સાંજે 4 કલાકે કર્યું હતું. આ પ્રસંગે કુંવરજીભાઇએ જણાવ્યું કે, મહુવાનું નવું બસ સ્ટેન્ડ ખૂબ જ સુવિધા યુકત હશે. તેમજ બસસ્ટેન્ડમાં મોલ અને શોપિંગ સેન્ટર બનશે. તેમજ વૃધ્ધો અને દિવ્યાંગો માટે પણ અનેક સુવિધા ઉભી કરવામાં આવશે. જ્યારે સાંસદ નારણભાઇએ જણાવ્યું કે, ગરીબો અને નાના માણસોની સુવિધા માટે નવા બસ સ્ટેન્ડનું ઇ-ખાતર્મુહત કરવામાં આવ્યું છે.

વિજયભાઈ રૂપાણીની ગુજરાતના લોકોને નવા વર્ષની અનોખી ભેટ
વિજયભાઈ રૂપાણીની ગુજરાતના લોકોને નવા વર્ષની અનોખી ભેટ

By

Published : Jan 2, 2021, 12:20 PM IST

  • મહુવાના નવા બસ મથકનું વિજયભાઈ રૂપાણીએ ઇ-ખાતમુહૂર્ત કર્યું
  • 4 કરોડ 30 લાખના ખર્ચે બનશે અતિઆધુનિક મહુવાનું બસ સ્ટેન્ડ
  • 1000 નવી બસ અને 50 ઇલેક્ટ્રિક બસમાં ઉમેરો

ભાવનગર : મહુવાના મુખ્ય બસ સ્ટેન્ડનું ઇ-ખાતર્મુહૂર્ત વિજયભાઈ રૂપાણીએ શુક્રવારના રોજ સાંજે 4 કલાકે કર્યું હતું. આ પ્રસંગે કુંવરજીભાઇએ જણાવ્યું કે, મહુવાનું નવું બસ સ્ટેન્ડ ખૂબ જ સુવિધા યુકત હશે. તેમજ બસસ્ટેન્ડમાં મોલ અને શોપિંગ સેન્ટર બનશે. તેમજ વૃધ્ધો અને દિવંયાગો માટે પણ અનેક સુવિધા ઉભી કરવામાં આવશે જ્યારે સાંસદ નારણભાઇએ જણાવ્યું કે, ગરીબોને નાના માણસોની સુવિધા માટે નવા બસ સ્ટેન્ડનું ઇ-ખાતર્મુહત કરવામાં આવ્યું છે.

વિજય રૂપાણીએ મહુવાના બસ સ્ટેન્ડનું ઇ-ખાતર્મુહૂર્ત કર્યું

વિજય રુપાણીની રાજ્યની અનોખી ભેટ 1000 નવી બસ અને 50 ઇલેક્ટ્રિક બસ

આ પ્રસંગે બોલતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગરીબોને સુવિધા વધશે અને ગરીબોના લગ્ન માટે એસ ટી ટોકન દરે જાન માટે બસ આપશે અને ગરીબોને વધુ ST બસ મળી રહે તે માટે વધુ 1000 નવી બસ ગુજરાત STનો ઉમેરો કરશે. તેમજ રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર સેવા માટે 50 ઇલેક્ટ્રિક બસો 1 જૂનથી ગુજરાત માં લોકોની સેવામાં શરૂ કરવામાં આવશે. વિજયરુપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33.66 કરોડના ખર્ચે સાકાર થયેલ 5 નવા બસ સ્ટેન્ડના લોકાર્પણ અને 10 નવા બનનાર બસ મથકોના ખાત મુહૂર્ત કર્યા હતા. આમ ગુજરાત એસ ટી દ્વારા લોકોની સુવિધામાં વધારો કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે બદલ તેઓએ ગુજરાત એસટીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details