ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલીતાણા અને ગારીયધારના ધારાસભ્યોએ કલેક્ટરને ગ્રાન્ટ મંજૂર કરવા લખ્યો પત્ર

ભાવનગર જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. શહેર તેમજ ગ્રામ્યકક્ષાએ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ ગ્રામ્યકક્ષાએ આવેલા આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓની સારવાર માટેના જરૂરી સંસાધનો ખરીદવા સરકાર પાસે ગ્રાન્ટની મંજૂરી માગતો પત્ર લખ્યો છે.

પાલીતાણા અને ગારીયધારના ધારાસભ્યોએ કલેક્ટરને ગ્રાન્ટ મંજૂર કરવા લખ્યો પત્ર
પાલીતાણા અને ગારીયધારના ધારાસભ્યોએ કલેક્ટરને ગ્રાન્ટ મંજૂર કરવા લખ્યો પત્ર

By

Published : Apr 24, 2021, 8:18 PM IST

  • પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા દ્વારા 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવા કલેક્ટરને પત્ર લખ્યો
  • ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવા કલેક્ટરને પત્ર લખ્યો
  • કોરોના દર્દીઓને ગામમાં જ સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્રો પર જરૂરી સંસાધનો માટે ગ્રાન્ટ મંજૂર કરવા પત્ર લખ્યો

ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોના કેસોમાં વધારો થતાં મૃત્યુંઆંક ૩૦૦એ પહોચી ગયો છે. એમાં પણ ગ્રામ્યકક્ષાએ પણ સંક્રમિતોની સંખ્યા વધતા ચિંતામાં વધારો થતાં ગારીયાધાર તાલુકાના ધારાસભ્ય અને પાલીતાણા ધારાસભ્યે કોરોના દર્દીઓને ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર જ સારવાર મળી રહે તે માટે સરકાર પાસે ગ્રાન્ટની માગ કરવામાં આવી છે.

ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવા કલેક્ટરને પત્ર લખ્યો

આ પણ વાંચોઃ શનિવારે સ્વૈચ્છિક લોકડાઉનનો દેખાયો મિશ્ર પ્રતિસાદ

જિલ્લા કલેક્ટરને પત્ર

ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા ગારીયાધાર, જેસર, બગદાણા, મોટા ખુંટવડા સામુહિક કેન્દ્ર માટે 10 લાખ મળી કુલ 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવા જિલ્લા કલેક્ટરને જાણ કરતો પત્ર લખવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં કોરોના દર્દીઓને ગામમાં જ સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજનના બાટલા, ઓક્સિજન ફલો મીટર, રેપીડ ટેસ્ટ કીટ, રેમડેસીવીર ઇન્જેક્શન, તેમજ જરૂરી સંસાધનો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા દ્વારા 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવા કલેક્ટરને પત્ર લખ્યો

આ પણ વાંચોઃ વિરમગામની બજારો સ્વયંભૂ લોકડાઉન કરવાનો વેપારીઓનો નિર્ણય

પાલીતાણા ધારાસભ્યએ કલેક્ટરને લખ્યો પત્ર

પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા પાલીતાણામાં કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે 20 લાખ રૂપીયાની ગ્રાન્ટમાંથી જરૂરી એવા મોટા વેન્ટિલેટર નંગ-2, બાયપેક મશીન નંગ-3 અને રેમડેસીવીર ઇન્જેક્શન માટે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details