- મહુવા તાબેના બગદાણા ગામ નજીક પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા
- મૃતદેહ પાસેથી આઈ ડી કાર્ડ મળી આવ્યું હતું
- સમાજના ડરથી પ્રેમી પંખીડાઓ કરી હતી આત્મહત્યા
ભાવનગરઃ મહુવા તાબેના બગદાણા ગામ નજીક ધરાઈ રોડ ઉપર ઇલેક્ટ્રિક પોલ સાથે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. ઘરેથી દર્શન કરવાનું કહીને નીકળી સરતાનનપર ગામનો યુવકે તેની પ્રેમિકા સાથે આત્મહત્યા કરી હતી. બગદાણાથી ધરાઈ જવાના રસ્તા પર ઇલેક્ટ્રિકના થાંભલે બે મૃતદેહ લટકેલા હતા આ ઘટનાની જાણા બગદાણા પોલીસને થતા બગદાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃજામનગરમાં પ્રેમી પંખીડાએ વૃક્ષ પર લટકી આત્મહત્યા કરી
કેવી રીતે અને ક્યારે બની હતી ઘટના
યુવક હું દર્શન કરીને આવું છું તેવું કહીને નીકળ્યો હતો અને દર્શન કરીને પરત ફરીને આ પગલું ભર્યું હતું ઘરેથી રાત્રે દર્શન કરવાનું કહી નીકળેલા યુવક અને યુવતીએ રાત્રે 10 પછી આત્મહત્યા કર્યા હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે અને સવારે 8 વાગ્યા પછી પોલીસને જાણ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ દાહોદ: જેકોટમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા
તપાસ દરમિયાન વધુ વિગત સામે આવી
તપાસ દરમિયાન યુવકના મૃતદેહ પાસેથી આઈ ડી કાર્ડ મળતા તેમાં નામ કરણ ભટ્ટર બારીયા હોવાનું જણાયું હતું અને વધુ તપાસ કરવામાં આવતા આઈ ડી કાર્ડના આધારે સરતાનનપરમાં તપાસ કરી તેના પરિવારને જાણ કરતા વધુ વિગત સામે આવી હતી. બગદાણા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ બગદાણા પોલીસના મકવાણા સાહેબ અને મહેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે.