ગુજરાત

gujarat

ETV Bharat / state

INS વિરાટ જહાજનું 28 સપ્ટેમ્બરએ થશે બ્રીચિંગ

30 વર્ષ સુધી દેશની સુરક્ષા સેવા આપનારા INS વિરાટ જહાજ અંતિમ સફર માટે અલંગ એન્કરેજ પર આવી પહોંચ્યું છે. ત્યારે કસ્ટમ, GMB, GPCB સહિતના અન્ય વિભાગોના અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા હતા અને જરૂરી તપાસ અને ડોક્યુમેન્ટની કાર્યવાહી હાથ ધરી હતી.

INS વિરાટ જહાંજનું 28 સપ્ટેમ્બરએ થશે બીચિંગ
INS વિરાટ જહાંજનું 28 સપ્ટેમ્બરએ થશે બીચિંગ

By

Published : Sep 23, 2020, 9:51 AM IST

ભાવનગરઃ 30 વર્ષ સુધી દેશની સુરક્ષા સેવા આપનારા INS વિરાટ તેની અંતિમ સફર માટે મુંબઇથી ટગ મારફતે અલંગ એન્કરેજ પર આવી પહોંચ્યું છે. હાલ તે અલંગથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં સ્થિર છે. આ ઐતિહાસિક જહાજ ભંગાણ માટે આવી પહોંચતા કસ્ટમ, GMB, GPCB સહિતના અન્ય વિભાગોના અધિકારીઓ તપાસ અર્થે ત્યાં 3 ટગ દ્વારા પહોંચ્યા હતા. જ્યાં જરૂરી તપાસ અને ડોક્યુમેન્ટની જરૂરી કાગળો પરની કાર્યવાહી હાથ ધરી હતી.

INS વિરાટ જહાજનું 28 સપ્ટેમ્બરએ થશે બ્રીચિંગ

તમામ વિભાગોની લીલીઝંડી મળી જતા આગામી તારીખ 28 ના રોજ બપોરે 2 કલાકે અલંગના પ્લોટ નંબર 9 માં બ્રીચિંગ કરાશે. તે અગાઉ ટાઇડ અને હવામાનને ખાસ ધ્યાને રાખી ત્યાંથી ટગ મારફતે શિપને ખેંચવાની કામગીરીનો પ્રારંભ થશે. આ સમયે કેન્દ્રિય શિપિંગ પ્રધાન મનસુખભાઇ માંડવિયા ખાસ હાજર રહેશે જ્યારે અન્ય નેતાઓ પણ આ તકે જોડાય તેવી પુરી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details