ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાલના ગામડાઓની સમસ્યા સરકારને દેખાણી, ચોમાસામાં બેટમાં ફેરવાતા 13 ગામડામાં પાણી સમસ્યાનો પ્રોજેકટ સરકારે મંગાવ્યો - ભાલના ગામડાઓની સમસ્યા

ભાવનગર જિલ્લાના ભાલ પંથકના 13 ગામડાઓ ચોમાસામાં તરબતોળ (Bhal area of Bhavnagar)બનીને દરિયાઈ ટાપુ બની જાય છે. ટાપુ બનવાનું કારણ છે ચાર નદીઓના આવતા નીર અને ભાલનો સમતોલ વિસ્તારમાં પાણી ફેલાવાનો છે. આ ચેનલ પ્રોજેકટની સરકારે આ વિગતો મંગાવી છે.

ભાલના ગામડાઓની સમસ્યા સરકારને દેખાણી, ચોમાસામાં બેટમાં ફેરવાતા 13 ગામડામાં પાણી સમસ્યાનો પ્રોજેકટ સરકારે મંગાવ્યો
ભાલના ગામડાઓની સમસ્યા સરકારને દેખાણી, ચોમાસામાં બેટમાં ફેરવાતા 13 ગામડામાં પાણી સમસ્યાનો પ્રોજેકટ સરકારે મંગાવ્યો

By

Published : May 26, 2022, 3:15 PM IST

ભાવનગર: જિલ્લાના ભાલ પંથકમાં ચાર નદીઓ પૂર્ણ થાય છે અને નદીઓનું (Bhal area of Bhavnagar)પાણી ફરી વળે છે. સપાટ વિસ્તારમાં પાણી ફરી વળવાને પગલે ગત વર્ષે એક ચેનલ બનાવતા થોડી સફળતા મળી છે પણ પૂરો પ્રોજેકટ કરોડોમાં છે. હવે ચૂંટણી માથે છે ત્યારે સરકારે ઉનાળાઓ પૂર્ણ થતાં પ્રોજેકટની વિગતો મંગાવી છે. 13 ગામડા કેમ ફેરવાય છે બેટમાં ? શુ છે ચેનલ પ્રોજેકટ ? અને ચેનલથી ઉકેલ કેટલો જાણો.

પાણી સમસ્યા

સરકારે આ પ્રોજેકટની વિગતો મંગાવી -ભાવનગર જિલ્લાનો ભાલ પંથક વિસ્તાર વર્ષોથી પાણીના ત્રાહિમામથી ત્રસ્ત ચોમાસામાં બને છે. 13 ગામડાઓ ચોમાસામાં દરિયામાં ડૂબી ગયા હોય તેમ લાગે છે. સિંચાઈ અધિકારીએ કોશિશ ચેનલ બનાવીને કરી છે ત્યારે આ ચેનલ પ્રોજેકટને પૂર્ણ (Bhal Area Channel Project)કરવા પ્રોજેકટ મુકવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેકટ થઈ ચૂક્યો છે જો હવે પુરા પ્રોજેકટને મંજૂરી મળે તો પાણી સમસ્યા હલ થઈ શકે છે. ચૂંટણી માથે છે ત્યારે સરકારે આ પ્રોજેકટની વિગતો મંગાવી છે.

આ પણ વાંચોઃદ્વારકા ધરમપુરમાં પાણીના નળ માટે 2500 રૂપિયા ઉઘરાવ્યા, બે વર્ષે પણ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો

ચોમાસામાં દરિયાના ટાપુ બનતા 13 ગામોની સમસ્યા -ભાવનગર જિલ્લાના ભાલ પંથકના 13 ગામડાઓ ચોમાસામાં તરબતોળ બનીને દરિયાઈ ટાપુ બની જાય છે. ટાપુ બનવાનું કારણ છે ચાર નદીઓના આવતા નીર અને ભાલનો સમતોલ વિસ્તારમાં પાણી ફેલાવાનો છે. આ 13 ગામો આ પ્રમાણે છે

ક્રમ ગામ
1 સવાઇનગર
2 સવાઇકોટ
3 નવા-જુના માઢિયા
4 કાળાતળાવ
5 ગણેશગઢ
6 કરદેજ
7 સનેસ
8 કોટડા
9 ગુંદાળા
10 જશવંતપુરા
11 નર્મદ
12 વેળાવદર

ઉપરોક્ત ગામડાઓ ચાર નદીના નિરમાં પાણીમાં ગરકાવ ચોમાસામાં થતા આવ્યા છે. જેમાં ચાર નદી માલેશ્રી, કાળુભાર, વેગડ અને ઘેલો નદીનો સમાવેશ થાય છે.

તંત્રના પાયલોટ પ્રોજેકટથી થઈ રાહત ગામડાઓને -ભાવનગર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારી ડી આર પટેલના સૂઝબૂઝ નીચે ભાલના 13 ગામડાઓ માટે પાયલોટ પ્રોજેકટ બે વર્ષ પહેલાં લાવવામાં આવ્યો હતો. જેમાં ચાર નદીઓ પર 15 કિમી દરિયાઈ તરફ ચેનલ બનાવવામાં આવી છે. આ ચેનલ હાલમાં 15 મીટર પોહળી અને 3.50 મીટર ઊંડી કરવામાં આવી છે. હકીકતમાં આ પ્રોજેક્ટનો એક પાયલોટ પ્રોજેક્ટનો ભાગ હતો જે પાયલોટ પ્રોજેકટ 74 લાખમાં થયો છે. હવે સંપૂર્ણ પ્રોજેકટ માટે 38 કરોડની જરૂરિયાત છે. હાલમાં સરકારે આ પ્રોજેકટ માટે ફાઈલો મંગાવી છે અને માત્ર મંજૂરીની મોહર બાકી હોવાનું સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃપાણીની સમસ્યા વિકટ બની: રાધનપુરના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પાણી સમસ્યા અંગે પત્ર લખી રજૂઆત કરી

શુ છે ભાલના ગામડાનો પૂરો પ્રોજેકટ કેમ મંગાવાઈ ફાઈલો -ભાલ પંથકમાં કુલ 4025 SQ વિસ્તાર નદીના પાણીથી પ્રભાવિત છે ત્યારે 500 કમ SQ વિસ્તાર અસરગ્રસ્ત થાય છે. પાયલોટ પ્રોજેકટમાં સફળતા મળતા હાલ પાણી એક દિવસ માત્ર રોકાય છે. હવે સરકારમાં ચૂંટણી માથે છે ત્યારે ઉનાળાના અંતમાં પ્રોજેકટની ફાઇલ મંગાવામાં આવી છે. પાયલોટ પ્રોજેકટમાં ચેનલ માત્ર 15 મીટર પોહળી કરવામાં આવી છે જ્યારે સમગ્ર પ્રોજેકટમાં ચેનલની પોહળાઈ 150 મીટર અને ઊંડાઈ 3.50 મીટર અને લંબાઈ 27 કિમી છે. પુરા પ્રોજેકટ માટે 38 કરોડની જરૂરિયાત છે. પ્રોજેકટ પૂરો થાય રો 13 ગામડા બેટમાં ફેરવાશે નહીં. હાલમાં પાયલોટ પ્રોજેકટથી પણ એક દિવસ ચોમાસાનું પાણી રહે છે જે પ્રોજેકટ પૂર્ણ થતાં તે પણ રહેશે નહીં. ચૂંટણી ટાણે ફાઇલ સરકારમાંથી મંગાવાતા સમજી શકાય છે કે હવે ભાલ પંથકની સમસ્યા હલ થશે ખરા.

ABOUT THE AUTHOR

...view details