ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધા કાર્યરત - Bhavnagar

કોરોનાની મહામારીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના લીધે ગત એક મહિનાથી વેપાર ધંધા બંધ છે. સરકોરે હવે ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધાને કાર્યરત કરવા મંજૂરી આપી છે. જેમાં ગ્રામ્ય વિસ્તોરોમાં વેપાર ધંધા ધમધમતા થતા લોકોમાં આનંદની લાગણી છવાઇ છે.

કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધા કાર્યરત
કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધા કાર્યરત

By

Published : Apr 25, 2020, 3:35 PM IST

ભાવનગરઃ લોકડાઉનના એક માસ બાદ ફરી ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધાને કાર્યરત કરવા સરકારે મંજૂરી આપી છે. ભાવનગરના ગ્રામ્યવિસ્તારો આજે કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન અનુસાર નિયમો સાથે ફરી પોતાના વેપાર ધંધાથી ધમધમતા થયા છે.

3જી મે સુધીના લોકડાઉન વચ્ચે આ રાહતથી લોકોમાં એક પ્રકારે રાહતની લાગણીઓ છવાઈ છે. વેપાર ધંધા બંધ રહેતા વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યાં હતા. તેમાંથી હાલ મુક્તિ મળતા વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details