- અલંગમાં આવેલા જંગી ત્રણ જહાજ પૈકી એક તરતી રિફાઈનરી
- 46,600 ટન વજન ધરાવે છે આ રિફાઇનરી જહાજ
- એલ્ડોરાડો રિફાઇનરી જહાજ 310.50 મીટર લંબાઈ વાળું
ભાવનગર : જિલ્લાના અલંગ ખાતે વૈભવી ક્રુઝ કર્ણિકા સ્ક્રેપ માટે આવ્યા બાદ અલંગમાં એક તરતી ઓઈલ રિફાઇનરી જહાજ પ્લોટ નંબર 78માં શ્રી રામ ગૃપ દ્વારા સ્ક્રેપ માટે ખરીદવામાં આવ્યું છે. જેનું નામ એલ્ડોરાડો છે. જેનું વજન 46,600 મેટ્રિક ટન, લંબાઇ 310.50 મીટર અને પહોળાઇ 58 મીટર છે.
અલંગના ક્યા પ્લોટમાં આવ્યું તરતી ઓઇલ રિફાઇનરી જહાજ
અલંગમાં શિપબ્રેકિંગના વ્યવસાયમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2020ના અંતમાં અલંગ ખાતે 3 મોટા જહાજો ભંગાણ માટે આવ્યા છે. જેમાં નેવી માટે 54 વર્ષ સુધી કામ કરનારા વિરાટ જહાજ, વૈભવી ક્રુઝ શિપ કર્ણિકા અને હવે જાયન્ટ શિપ એલ્ડોરાડોનો સમાવેશ થાય છે. એલ્ડોરાડો ભંગાણ માટે અલંગ પ્લોટ નંબર 78માં શ્રી રામ ગૃપ દ્વારા ખરીદી કરવામાં આવ્યું છે અને તેને ફ્લોટિંગ પ્રોડક્શન સ્ટોરેજ ઓફશોર યુનિટ એલ્ડોરાડોને ટગ પોશ ફાલ્કન દ્વારા ખેંચીને લાવવામાં આવ્યું છે.