ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર: શાળાની બસના ટાયરમાં આવતા બાળકીનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

ભાવનગરમાં શુક્રવારે સ્વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની તેની બસમાંથી ઉતરે તે પહેલા બસ ચાલી અને વિદ્યાર્થીની ફંગોળાઈને બસના પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સર ટી હોસ્પિટલમાં પરિવારે ડ્રાઈવર સામે પગલાં ભરવા અને શાળાઓને તેની જવાબદારી સ્વીકારવાની માગ કરી છે. જ્યાં સુધી માગ નહી સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારે કહીને હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા છે.

શાળાની બસના વ્હીલમાં આવતા બાળકીનું મોત, મૃતદેહને પરિવારે સ્વીકારવાનો કર્યો ઇનકાર
શાળાની બસના વ્હીલમાં આવતા બાળકીનું મોત, મૃતદેહને પરિવારે સ્વીકારવાનો કર્યો ઇનકાર

By

Published : Feb 15, 2020, 4:44 PM IST

ભાવનગર: શહેરમાં વધુ એક માસુમનું સ્કૂલ બસ નીચે આવી જતા મોત નીપજ્યું છે, હજુ થોડા દિવસો પહેલા જ વરતે જ તાબેના સોડવદરા ગામે વિદ્યાર્થીની સ્કૂલ બસ નીચે આવી જતા મોતને ભેટી હતી. ત્યારે શુક્રવારે વધુ એક ઘટનામાં ધો.2માં અભ્યાસ કરતી બાળકી બસના વ્હીલ નીચે આવી જતા મોત નીપજ્યું છે, સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો દ્વારા જ્યાં સુધી બાળકીના મોતના જવાબદાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારશે નહીં તેવી માગ કરવામાં આવી હતી.

શાળાની બસના વ્હીલમાં આવતા બાળકીનું મોત, મૃતદેહને પરિવારે સ્વીકારવાનો કર્યો ઇનકાર
ભાવનગર શહેરના ચિત્રા GIDC સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર નિત્યક્રમ મુજબ સ્કૂલેથી છુટી સ્કૂલ બસમાં ઘરે જતી હતી. તેના દાદા તેને લેવા આવ્યા હતા. સ્કૂલ બસમાંથી બાળા ઉતરે તે પૂર્વે બસ ડ્રાઈવરે બેદરકારીથી પોતાનું વાહન ચલાવી દેતા દાદાની નજર સામે જ બાળા ફંગોળાઈને પડી હતી. તેનું મસ્તક વ્હીલ તળે કચડાઈ જતાં માસુમ બાળાનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જીને બસ સાથે ચાલક નાસી છુટ્યો હતો. જો કે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
શાળાની બસના વ્હીલમાં આવતા બાળકીનું મોત, મૃતદેહને પરિવારે સ્વીકારવાનો કર્યો ઇનકાર

આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમાં આક્રંદ સાથે બસ ચાલક પર રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના પગલે દલિત સમાજના આગેવાનો ભાવનગર સર.ટી હોસ્પિટલ દોડી આવ્યા હતા.ને પરિવારજનો દ્વારા એવી માગ કરવામાં આવી છે કે, જ્યાં સુધી બાળકીના મોતને જવાબદાર બસ ચાલકની ધરપકડ કરવામાં નહી આવે ત્યાં સુધી બાળકીનો મૃતદેહ તેઓ સ્વીકારશે નહી.

ABOUT THE AUTHOR

...view details