ભાવનગરઃ શહેરના ભરતનરના વીણાબેન ભટ્ટ સ્વસ્થ થતા સ્વસ્થતાનો આંકડો 101 પર પહોંચી ગયો છે અને પોઝિટિવ દર્દી માત્ર 10 રહી ગયા છે. ભાવનગર કોરોના મુક્ત બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.
ભાવનગરનું કોરોના મુક્ત બનવા તરફ પ્રયાણ: માત્ર 10 કેસ સારવારમાં - Case of Bhavnagar Koro
ભાવનગર શહેર કોરોના મુક્ત બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ભાવનગરમાં હવે કોરોનાના માત્ર 10 પોઝિટિવ દર્દી રહ્યા છે.
વનગરમાં અને બવ જિલ્લાના મળીને 3 દર્દી સ્વસ્થ થતા આંકડો 101
ભરતનગર વિસ્તારમાં વીણાબેન ભટ્ટ 65 વર્ષીય પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આઇસોલેશનમાં ખસેડયા હતા, ત્યારે ભાવનગરમાં સારવાર બાદ તમને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આમ ભાવનગરમાં સ્વસ્થતાનો આંકડો 101 પર પહોંચી ગયો છે. જો કે કુલ કેસ 119 છે. જેમાં મૃત્યુ 8ના થયા છે. આમ હવે સારવારમાં 10 પોઝિટિવ દર્દી રહ્યા છે. નવા કેસ ના આવે તો ભાવનગર કોરોનામુક્ત બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોવાની આશા જાગી છે.