ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસ અંગે વાત કરતાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, ભાવનગર શહેર અને જિલ્લામાં વિકાસ અંગેની બહુવીધ તકો ઉપલબ્ધ છે. ભાવનગરને રોડ માર્ગે જોડવા નેશનલ હાઈવેનું કામ તિવ્ર ગતિએ આગળ ધપી રહ્યું છે. દક્ષિણ ગુજરાતને સમુદ્ર માર્ગે ભાવનગરની કનેક્ટિવિટી માટે ઘોઘા-દહેજ રોપેકસ સેવા ઉપલબ્ધ છે. હાલ ટૅકનિકલ કારણો સર થોડા સમય માટે સેવા સ્થગિત છે.
દેશના અર્થતંત્રને સુદ્રઢ બનાવવા કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ: મનસુખ માંડવિયા - The central government
ભાવનગર: કેન્દ્રીય શીપીંગ પ્રધાન ડૉ. મનસુખભાઇ માંડવિયાએ દેશની આર્થિક પરિસ્થિતિ સંદર્ભે ભાવનગર ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી વૈશ્વિક મંદીને ભારતમાં ખાળવા કેવા પ્રકારના પગલાઓ કેન્દ્રની યુપીએ સરકાર લઈ રહી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
Bhavnagar
પરંતુ, કેન્દ્રના શિપિંગ વિભાગે ડ્રેઝીગ માટે રૂપિયા ૨૦૦ કરોડની ફાળવણી કરી છે જે ઉધોગો દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ કે વાપી જિલ્લામાં સ્થપાયા છે તે ઉધોગ ભાવનગર જિલ્લામાં પણ સ્થપાશે. ભાવનગરના સર્વાંગી વિકાસ માટે અલાયદો પ્લાસ્ટિક ઉધોગ ઝોન સ્થાપવામાં આવ્યો છે. ભાવનગરમાં બંધ પડેલી આલ્કોક એશડાઉન જેવી કંપનીઓને પુનઃ જીવીત કરી નવા પ્રાણ ફૂકાશે ભાવનગર પાસે શિપ બ્રેકિંગ માટે તો ઉધોગ હયાત છે. પરંતુ, આગામી સમયમાં શિપ નિર્માણ માટેની વિપુલ તકો સર્જાશે.