- વિરાટના ફરી વિવાદથી શિપબ્રેકર માલિક અજાણ
- બ્રિટન ટ્રસ્ટે બંને દેશ પાસે માંગણી કરી હોવાનું આવ્યું હતું સામે
- શિપબ્રેકર પાસે મૌખિક કે લેખિત બ્રિટન ટ્રસ્ટની કોઈ વાત નહિ
બોલો લ્યો : વિરાટની બ્રિટન ટ્રસ્ટે માંગ કરી અને વિરાટના માલિક અજાણ - Alang news
અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલા નેવીના વિરાટ જહાજ ભાવનગરના શ્રી રામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝે ખરીદી કર્યા બાદ વિરાટને મ્યુઝ્યિમ તરીકે જાહેર કરવાની માંગ ઉઠી હતી. જેને લઇને વિરાટના માલિક શ્રી રામ ગ્રૃપ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના માલિકે Etv Bharat સાથે વાતચીત કરી સ્પષ્ટતા કરી હતી.
ભાવનગર : શહેરના અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલા નેવીના વિરાટ જહાજ ભાવનગરના શ્રી રામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝે ખરીદી કર્યા બાદ વિરાટને મ્યુઝ્યિમ તરીકે જાહેર કરવાની માંગ ઉઠી હતી. જેમાં મુંબઈ સ્થિત એક કંપની દ્વારા પણ કોર્ટમાં ઘા જીકવામાં આવ્યો હતો. જોકે, ચુકાદો શીપ બ્રેકરના પક્ષમાં આવ્યો છે. એટલે કે, દેશના રક્ષા મંત્રાલય પર કોર્ટે પર નિર્ણય છોડ્યો હતો. તેથી રક્ષામંત્રાલયે અરજી ફગાવતા હવે વિરાટ અતીત બનશે. કારણ કે, અલંગ શીપ બ્રેકરે જહાજ કાપવાનો પ્રારંભ પણ કરી દીધો છે. તેમ શ્રી રામ ગ્રૃપના માલિક મુકેશભાઈ પટેલે Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.