ભાવનગર: શહેરમાંમાં ઘણા સમયથી વરસાદના બદલે વરસાદી સરવડા શ્રાવણ માસ પહેલા જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં જૂનના પ્રારંભમાં આવેલા સારા વરસાદ બાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો નથી વરસાદ થોભી ગયા બાદ ભાવેણાવાસીઓ સારા વરસાદની રાહમાં છે જૂન બાદ જુલાઈ પણ વીતી ગયો અને 595 mm વરસાદની જરૂરિયાત સામે માત્ર 238 mm વરસાદ વરસ્યો છે. ઘણા સમયથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસતા શ્રાવણી સરવડા જેવો માહોલ શ્રાવણ માસ પહેલા જોવા મળી રહ્યો છે.
ભાવનગરમાં ઘણા સમયથી વરસાદના બદલે સરવડા જેવો માહોલ સર્જાયો
ભાવનગર શહેરમાં ઘણા સમયથી જૂનના પ્રારંભમાં આવેલા સારા વરસાદ બાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો નથી. ઘણા સમયથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસતા શ્રાવણી સરવડા જેવો માહોલ શ્રાવણ માસ પહેલા જોવા મળી રહ્યો છે.
ભાવનગરમાં શ્રાવણ માસ પહેલા શ્રાવણી સરવડા શરૂ થયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. શહેરના એક ભાગમાં વરસાદ જોવા મળે છે. તો બીજા ભાગમાં તડકો જોવા મળતો હતો. પરંતુ અઠવાડિયાથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદે સંતાકૂકડી રમી હતી શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા અન્ય વિસ્તારમાં લોકોએ બફારો અને ગરમીને સહન કરવાનો સમય આવ્યો હતો.
જો કે સૌથી ઓછો વરસાદ જિલ્લામાં તળાજા અને સિહોર તાલુકામાં છે. જ્યારે અન્ય તાલુકામાં એવરેજ 200 mm ઉપર વરસાદ રહ્યો છે. ભાવનગર શહેરમાં અઠવાડિયાથી તડકા વચ્ચે સરવડા વરસાદના આવી રહ્યા છે. કુલ વરસાદ જોઈએ તો આશરે 357 mm વરસાદ હજુ સિઝનનો બાકી રહ્યો છે. જુલાઈ માસ ચાલતો હોય અને આગામી ઓગસ્ટ માસના અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાય તો જિલ્લામાં જગતના તાતની ખેતીની જરૂરિયાત પૂર્ણ થઈ જાય તેમ છે.