ભાલમાં પાણીના પ્રશ્નને પગલે ગ્રામજનોએ આપ્યું આવેદન - ભાલના પાણીના પ્રશ્નો
ભાવનગરના ભાલના ગામડાઓમાં આવેલી ઘેલો અને કાળુભાર નદીના પાણીને પગલે ગામડાઓમાં પાણી ભરાયા અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કાળિયાર જેવા પ્રાણીઓ પાણીમાં મર્યા છે, ત્યારે ગામડાઓની હાલત પાછળ અગરિયા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે અને આવેદન આપ્યું છે.
ભાવનગરઃ જિલ્લાના ભાલ પંથકમાં આવેલા ગામડાઓ ઘેલો અને કાળુભાર નદીના કારણે ગામડાઓના ખેતરોમાં અને ગામોના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. રોગચાળો અને અવર-જવર પર મુશ્કેલીને સામનો ઉભો થયો છે અને ગામડાના લોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને હાલાકી દૂર કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
ભાલના ગામડાઓમાં અને ખેતરોમાં પાણી ભરાવા પાછળ નવા અગરિયાઓને આપેલી જમીન અને બાદમાં અગરિયા દ્વારા કરાયેલા પાણીના કારણે જમીનમાં ફેલાઈને દરિયામાં જતા પાણીનો ક્ષેત્ર ઓછું થઈ ગયું અને પાણીએ ખેતરો અને ગામડાઓની જમીન પર પથરાવાનું શરૂ કર્યું હતું. જેથી અગરિયાની ઘટેલી પાણી માટેની જમીનની અછત વરસાદના પાણીએ ખેતરો અને ગામડાઓમાં પુરી કરી જેથી પરિસ્થિતિ એવી બની કે, ગામડાઓમાં પાણી ઘુસ્યા અને સંપર્કવિહોણા બન્યા હતા.