- કૃષિ બિલના વિરોદ્ધમાં અપાયેલા ભારત બંધના એલાનને મહુવાએ ગણકાર્યું નહીં
- મહુવાના તમામ બજારો સહિત યાર્ડ પણ ખૂલ્લા રહ્યા
- કાયદા વિશે અજાણ લોકો ગેરમાર્ગે ન દોરવાયા
ભાવનગરઃકૃષિ બિલના વિરોધમાં કિસાનોએ આપેલા બંધના એલાનને મહુવા વાસીઓએ નિષ્ફળ બનાવ્યું છે. જ્યારે મહુવા યાર્ડ સહિત તમામ માર્કેટ ખુલ્લા રહ્યા હતા સોની બજાર અને કાપડા બજાર અને મહુવાના તમામ નાના મોટા વેપાર રાબેતા મુજબ શરૂ રહ્યા હતા.બંધને સમર્થન આપનારા પૂર્વ ધારાસભ્ય કનું કલ્સરિયા પણ દેખાયા ન હતા એક પણ કોંગ્રેસી નેતા પણ બહાર આવ્યા ન હતા.