ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાઇવ સ્ટાર સુવિધાઓથી સજ્જ ‘મેગેલન’ જહાજ અલંગ ખાતે ભંગાણ અર્થે આવી પહોંચ્યું - અલંગ સમાચાર

કોરોના મહામારી બાદ એક પછી એક જહાજો ભંગાણ અર્થે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે વધુ એક મેગેલન નામનું ક્રુઝ શિપ ભંગાણ અર્થે આવ્યું છે. 5 સ્ટાર સુવિધાઓથી સજ્જ આ જહાજને તોડવાની કામગીરી અલંગનાં પ્લોટ નં. 54 ખાતે કરવામાં આવશે.

5 સ્ટાર સુવિધાઓથી સજ્જ મેગેલન જહાજ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ભંગાણ અર્થે આવી પહોંચ્યુ
5 સ્ટાર સુવિધાઓથી સજ્જ મેગેલન જહાજ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ભંગાણ અર્થે આવી પહોંચ્યુ

By

Published : Feb 3, 2021, 1:05 PM IST

  • અલંગ ખાતે મેગેલન નામનું ક્રુઝ જહાજ ભંગાણ અર્થે આવ્યું
  • 1985માં ડેન્માર્કમાં ક્રુઝ શિપ પ્રવાસી માટે બનાવવામાં આવ્યું હતું
  • મેગેલન જહાજ 5 સ્ટાર સુવિધાઓથી સજ્જ, 8 મહિના અગાઉ જ બંધ કરાયું હતું


ભાવનગર: અલંગ ખાતે ચાલતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં અનલોક બાદ એક પછી એક જહાજ ભંગાણ અર્થે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મેગેલન નામનું ક્રુઝ જહાજ ભંગાણ અર્થે આવ્યું છે. ૧૯૮૫માં ડેન્માર્કમાં બનાવવામાં આવેલું આ જહાજ આગામી દિવસોમાં અલંગના પ્લોટ નં. 54 માં નામશેષ થઇ જશે.

38 વર્ષનાં મેગેલન ક્રુઝનો ઈતિહાસ

ડેન્માર્કનાં આલબોર્ગ શિપયાર્ડ ખાતે બનાવવામાં આવેલા જહાજ 'મેગેલન'નું નામ પોર્ટુગીઝ ખલાસી 'ફર્ડિનાન્ડ મેગેલન' પરથી રાખવામાં આવ્યું હતું. ફર્ડિનાન્ડ મેગેલને વિશ્વની પરિક્રમાનાં સૌપ્રથમ અભિયાનનો આદેશ આપ્યો હતો. 13 જુલાઈ 1985માં શરૂ કરવામાં આવેલા મેગેલન જહાજને લક્ઝરી ક્રુઝ સેગમેન્ટ માટે બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2014માં આ જહાજ 'ક્રુઝ એન્ડ મેરીટાઇમ વોયેજ' દ્વારા ખરીદવામાં આવ્યું હતું. આ ક્રુઝ જહાજે 2020માં આખરી સફર પૂર્ણ કરી હતી. કંપની બંધ થયા બાદ તેની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં ખરીદ્યા બાદ નવા માલિક 'સી જેટ્સ' દ્વારા તેને ભંગાણ માટે અલંગ ખાતે મોકલવામાં આવ્યુ છે. જ્યાં તેને ભાંગીને સ્ક્રેપ મેટલમાં ફેરવવામાં આવશે. જે હરાજીમાં મેગેલનને માત્ર 4.4 મિલિયન ડોલર્સમાં ખરીદવામાં આવ્યું હતું, તે જ હરાજીમાં ખરીદાયેલા અન્ય જહાજ માર્કો પોલો સાથે તેને પણ અલંગ ખાતે જમીનદોસ્ત કરવામાં આવશે.

5 સ્ટાર સુવિધાઓથી સજ્જ મેગેલન જહાજ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ભંગાણ અર્થે આવી પહોંચ્યુ

અલંગ ખાતે આવી પહોંચેલા જહાજ મેગેલનની કેટલીક વિશેષતાઓ

  • લંબાઈ: 221 મીટર
  • ઉંચાઈ: 32 મીટર
  • પ્રવાસીઓની ક્ષમતા: 1250થી 1452
  • ક્રૂ મેમ્બર્સ: 660
  • ડેક: 10
  • કેબિન: 726
  • કેબિન સાથેના ડેક: 9
  • કેપિસિટી: 20,500 ટન
  • અગાઉનાં નામો: ગ્રાન્ડ હોલીડે, કાર્નિવલ સેલિબ્રેશન
  • સુવિધાઓ: હોટલ, કેસીનો, મોલ, બાર, ગેમ ઝોન, જીમ, સ્વીમીંગ પુલ વગેરે

ABOUT THE AUTHOR

...view details