શિક્ષકે ચિત્રકળાથી શાળાની દીવાલો પર બનાવ્યા અસંખ્ય ચિત્રો ભાવનગર:કલાનગરી ભાવનગરમાં એક કલાકારે પોતાની કળાને તેવી રીતે પાથરી કે સુમસાન પડેલી દીવાલો બોલવા લાગી હોય. કોરોના કાળના સમયમાં સમયનો સદુપયોગ કરીને કલાકારે પોતાના માટે નહીં પરંતુ સમાજ હેતુ પોતાની કળાને દિવાલો ઉપર રજૂ કરી હતી. વાત છે ભાવનગર શહેરના એક ખાનગી શાળાની કે જેના શિક્ષકે આજના સમયમાં લાખો રૂપિયાના થતા ચિત્રોને પોતાની શાળા સમજીને બનાવ્યા છે. જોકે આ શિક્ષક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ મેળવી ચૂકેલા છે. અભિગમ નવી પેઢીને ચિત્રો મારફત વધુ શિક્ષિત બનાવવાનો છે.
સુમસાન પડેલી દીવાલો થઇ બોલતી કોણ છે આ શિક્ષક?: ભાવનગર શહેરમાં આવેલી અમર જ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 1997 થી યોગેશભાઈ વેદાણી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. યોગેશભાઈ પોતાના જીવન દરમિયાન કલા ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવ્યા છે. જેમાં જોઈએ તો બેસ્ટ આર્ટ ટીચરનો 2010 માં નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. કર્મવીર ચક્ર એવોર્ડ અવંતિકા આંતરરાષ્ટ્રીય કક્ષાનો પણ મેળવ્યો છે. હોબી આઈડિયા ક્રિએટિવ એવોર્ડ મુંબઈ ખાતે રાષ્ટ્રીયકક્ષાનો મેળવ્યો હતો. આમ યોગેશભાઈ 14 જેટલા મળીને સન્માનપત્ર અને એવોર્ડ્સ પણ મેળવેલા છે.
યોગેશભાઈ 14 જેટલા મળીને સન્માનપત્ર અને એવોર્ડ્સ પણ મેળવેલા છે.
'કોરોના સમયથી અમે આ ચિત્રો બનાવ્યા હતા. જેમાં અમને મોટીવેશન કરવાનું શાળા તરફથી જણાવવામાં આવ્યું હતું. આથી અમે બાળકોને કામ લાગે તેવા મેથ્સ, સાયન્સ,અર્થ મેપ, ધર્મના આ પ્રકારના અને સૂત્રો વગેરે દીવાલો પર બનાવ્યા હતા. જે દીવાલો સુમસાન પડી હતી તેને અમે બોલતી કરી દીધી હતી. જોકે આ એક ચિત્ર મોટી માત્રામાં બનાવવામાં આવ્યા છે. જો બજાર ભાવે કિંમત આપીને કરાવવામાં આવે તો લાખોમાં થઈ શકે. પરંતુ અમારે બાળકોને હાલતા ચાલતા શિક્ષણ મળી રહે તે હેતુથી બનાવવાનો પ્રયાસ હતો. જેમાં અમે સફળ થયા છીએ.બાળકો આજે તેના દ્વારા ઘણું શીખી રહ્યા છે.' -યોગેશભાઈ વેદાણી, દીવાલોની બોલતી કરનાર કલાકાર શિક્ષક
કળાના ગુરુ: ભાવનગરની અમર જ્યોતિ સરસ્વતી ઇન્ટરનેનશનલ સ્કુલમાં છેલ્લા 18 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેશભાઈને લઈને શાળાના ટ્રસ્ટી અમર જ્યોતિબા ગોહિલએ જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી મારે ત્યાં યોગેશભાઈ ફરજ બજાવી રહ્યા છે. તેનો દીકરો અને દીકરી અહીંયા અભ્યાસ કરીને ગયા છે. અમે તેમને કોરોનામાં કશુંક કરવાનું કહ્યું હતું ત્યારે તેમને ખાલી પડેલી દીવાલો હતી તેને લઈને મોટીવેશનના ખૂબ જ મોટા ચિત્રો બનાવીને સમગ્ર દીવાલોમાં પોતાની કળા પાથરી દીધી છે. ચિત્ર ક્ષેત્રે જાપાન, દિલ્હી, લખનઉ, મોરેશિયસ, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોમાં સફળતા મળી છે. એક કળાના ગુરુ શિક્ષક તરીકે યોગેશભાઈ જેવા શિક્ષક દરેક શાળામાં હોય કે જેનું મોઢું નહિ માત્ર હાથ ચાલે. જોકે અમારી શાળામાંથી ઘણા આર્કિટેક પણ થઈને ગયા છે.
કલાકારની પ્રેરણા મહત્વની:ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલી અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ શાળામાં યોગેશભાઈ અને તેમના સાથી મિત્ર દ્વારા અસંખ્ય દિવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ સાથે મુખ્ય હોલમાં પણ ભગવાન શિવ અને નર્તકીના ચિત્રો બનાવાયા છે. જો કે માત્ર ચિત્રો બનાવીને છોડી દેવા તેવા ઉદ્દેશ્યથી કળાને પાથરવામાં નથી આવી. પરંતુ શાળામાં અભ્યાસ કરતા નાના મોટા બાળકો આવતા જતા ચિત્રોમાંથી પણ જ્ઞાન મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે બનાવાયા છે. ખરાબ કુટેવો પણ નવી પેઢીમાં પ્રેરે નહીં તે માટે સ્લોગનો પણ લખાયા છે. પ્રશ્ન એક જ છે કે કળાને જો સાચી દિશામાં અને સાચા કલાકાર દ્વારા રજૂ કરવામાં આવે તો સમાજ માટે જરૂર લાભદાયી બને છે.
- Junagadh News: મુશ્કેલ અંગ્રેજી વર્ણમાળાને ટક્કર આપશે દેશી કિગ્લિશ વર્ણમાળા, નિવૃત્ત શિક્ષકે મેળવી પેટન્ટ
- Womens Day 2023: ભૂલકાઓ લખતા-વાંચતા શીખે એ પહેલા શ્લોક શીખવે છે આ મહિલા