ગુજરાત

gujarat

ETV Bharat / state

કર્મને ધર્મ બનાવે તે શ્રેષ્ઠ શિક્ષક, વિદ્યાર્થીઓએ કહ્યું શિક્ષક બનવું સહેલું નથી

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે શિક્ષકનો વેશ ભજવવાનો સમય આવ્યો છે. શાળામાં આચાર્યથી લઈને શિક્ષક સુધી વિદ્યાર્થીઓના હાથમાં સરકારી શાળાઓનું સંચાલન છે. પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મેળવનાર આચાર્યએ શ્રેષ્ઠ શિક્ષકનું મહત્વ સમજાવ્યું તો આચાર્ય બનેલા વિદ્યાર્થીએ પણ શાળાનું સંચાલનથી શિક્ષક સુધીની જવાબદારી વિશે કહ્યું હતું.Teachers Day 2022, Teacher Day celebration in Bhavnagar, Teachers Day speech

કર્મને ધર્મ બનાવે તે શ્રેષ્ઠ શિક્ષક, વિદ્યાર્થીઓએ કહ્યું શિક્ષક બનવું સહેલું નથી
કર્મને ધર્મ બનાવે તે શ્રેષ્ઠ શિક્ષક, વિદ્યાર્થીઓએ કહ્યું શિક્ષક બનવું સહેલું નથી

By

Published : Sep 5, 2022, 3:57 PM IST

ભાવનગર આજે શિક્ષક દિવસ એટલે શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક(Teachers Day)બનશે અને ગુરુ શું તેનું મહત્વ સમજશે. અમે પણ તમને શાળામાં શિક્ષક બનેલા શિક્ષકોને શિક્ષક શીખવશે. ભાવનગરની સરકારી શાળાઓમાં(Bhavnagar Government School) અઢળક બાળકો શિક્ષક બન્યા હતા. વર્ગ ખંડોમાં નાના ભૂલકાથી મોટા ધોરણ બનેલા શિક્ષક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરાવ્યો હતો. શરૂઆત થઇ પ્રાર્થનાથી ચાલો જોઈ ભૂલકાઓનું શિક્ષકપણું.

શિક્ષક દિવસ

શિક્ષક દિવસે નાનાથી મોટા વિદ્યાર્થીઓ બન્યા શિક્ષકભાવનગર શહેરમાં સરકારી શાળાઓમાં શિક્ષક દિવસની(Teacher Day celebration in Bhavnagar)શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. નાનકડા ભૂલકાઓ પણ શિક્ષક બન્યા હતા તો મોટા ધોરણના બાળકોને શિક્ષક બનાવવામાં આવ્યા હતા. પ્રાર્થનાની શરૂઆત પણ આ ભૂલકાઓએ કરાવી હતી. શાળાના મુખ્ય શિક્ષકો માર્ગદર્શન આપતા ગયા અને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેની ફરજ નિભાવતા ગયા હતા. આમ તો શાળાઓમાં વિદ્યાર્થીને એક દિવસ શિક્ષક બનાવવાનું વર્ષોથી ચાલ્યું આવે છે. શિક્ષક દિવસના દિવસે શાળાનું કાર્ય નાના ભૂલકાઓ કરે છે.

શાળામાં વિદ્યાર્થી આચાર્ય બન્યા અને શિક્ષકભાવનગરની સરકારી શાળાઓમાંની (Teachers Day 2022)વાત કરીએ તો જશોનાથની સરકારી શાળામાં આચાર્ય અને શિક્ષકો નીમવામાં આવ્યા હતા. આચાર્યએ બાળકોને સ્વચ્છતા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીનીઓ સાડીમાં આવી હતી તો વિદ્યાર્થીઓ શર્ટ અને પેન્ટમાં પધાર્યા હતા. વર્ગ ખંડમાં બાળકોને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કરાવ્યો હતો. દરેક શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં કોઈ ગુજરાતી,કોઈ ગણિત તો કોઈ વિજ્ઞાનનો વિષય લેતા હતા.

શિક્ષકો અને વિદ્યાર્થી બનેલા શિક્ષકોના મત શુંજશોનાથની શાળામાં ફરજ બજાવતા શિક્ષક અમૃતાબહેને જણાવ્યું હતું કે આજે શિક્ષક દિવસની તૈયારી શનિવારના રોજ કરી લેવામાં આવી હતી. શિક્ષક 25 જેટલા વિદ્યાર્થીઓને બનાવવામાં આવ્યા હતા. આ બનેલા શિક્ષકોને એક વિષય અને તરની પૂર્વ તૈયારી કરીને આવવા જણાવ્યું હતું. આજ પ્રાર્થનાથી લઈને સાવરમાં 11 કલાકથી સાંજના 5 કલાક સુધી શાળા કાર્ય વિદ્યાર્થીઓ કરવાના છે. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને આવતી અડચણમાં અમારું માર્ગદર્શન મેળવશે.

શિક્ષક પોતાના ધર્મ નિભાવે તે જરૂરીજશોનાથની શાળાના આચાર્ય ભગવતીબહેન હાલમાં સ્વાતંત્ર દિવસના દિવસે શહેરના પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ભગવતીબેનનું કહેવું છે કે એક શિક્ષક કર્મને ધર્મ બનાવે તે શ્રેષ્ઠ શિક્ષક છે. દરેક શિક્ષક પોતાના ધર્મ નિભાવે તે જરૂરી છે. જ્યારે આચાર્ય બનેલા વિધાર્થીની ક્રિષ્નાબહેને જણાવ્યું હતું કે આજે સવારની પ્રાર્થનાથી વર્ગખંડ સોંપણી અમે કરી છે. આમ શિક્ષક દિવસે તે જરૂર ખ્યાલ આવ્યો છે કે શાળા સંચાલન સહેલું નથી અને શિક્ષકની જવાબદારી કોઈ સહેલી નથી.

ABOUT THE AUTHOR

...view details