ભાવનગર: ઘોઘાના લાખણકા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 36 વર્ષીય શિક્ષિકા ભાવનાબેને તેના ગામ કોળિયાક ખાતે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. કોળિયાકના મલેકવદર રોડ પર આવેલા ગામના કુવામાં ઝંપલાવી આપઘાતની ઘટનાને પગલે ગામલોકો ત્યાં દોડી આવ્યા હતા. ભૂતકાળમાં ભાવનાબેન દાદરા પરથી અચાનક પડી જતા તેમને મણકામાં ઇજા પહોંચતા તેમનું ઓપરેશન કરાવેલ હતું. જેથી સહન ના થતા તેમણે આત્મહત્યા કરી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ભાવનગરમાં શિક્ષિકાએ કરી આત્મહત્યા, ઓપરેશન બાદ પીડા સહન ન થતી હોવાથી ભર્યુ આ પગલું - Teacher commits suicide in Bhavnagar
ઘોઘાના લાખણકા પ્રાથમિક શાળાની શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકાએ તેના ગામ કોળિયાક ખાતેના એક કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં સુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમજ મૃતક શિક્ષિકાના ભાઈએ લાખણકા શાળાના આચાર્ય સામે આત્મહત્યા કરવા મજબુર કર્યાનો આક્ષેપ કરતા પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં શિક્ષિકાની આત્મહત્યાથી ચકચાર
બીજી તરફ 1 વર્ષથી લાખણકા પ્રાથમિક શાળામાં નોકરીમાં ફરજ બજાવતા ભાવનાબેને આત્મહત્યા કરતા પહેલા લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જ્યારે મૃતક શિક્ષિકાના ભાઈ તુષારવાળાએ લાખણકા પ્રાથમિક શાળાના આચાર્ય ઉદય મારુ સામે શાળાના કામમાં માનસિક ત્રાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પોલીસે હાલ આત્મહત્યા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.