ભાવનગર:શહેરમાં અથાણાં વેચતા વ્યાપારીઓને અથાણાંના સ્વાદિષ્ટ (Summer pickling season) લોકોને અથાણાંની ખરીદીમાં કાપ મુકતા દેખાય છે. નવા વર્ષના અથાણાં હજુ બજારમાં નથી આવ્યા પણ તેને લઈને ચિંતાઓ પણ વધી ગઈ છે. કેમ અથાણાં હજુ નથી આવ્યા અને કેમ બમણા થશે. આકરો ઉનાળો એટલે મસાલા અને અથાણાં ભરવાની સિઝન કેહવામાં આવે છે. હાલમાં કેરીનું આગમન થઇ (South Asian pickle) ગયું હોય અને અથાણાં બજારમાં વહેચાતા હોઈ તો ગૃહિણીઓ ઘરમાં અથાણાં ભરવાની સિઝન શરૂ થઈ ગઈ હોય પરંતુ આ વર્ષે અથાણાંમાં વિઘ્નઆવ્યું છે. શું રહેશે ભાવ અને અથાણાંમાં વિઘ્ન કેમ જાણો.
અથાણાંની સીઝનમાં આવ્યું વિઘ્ન બજારમાં શું -ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં આ ધમધખતા તાપમાં અથાણાં નાખવાની શરૂઆત થઈ જાય છે. બજારમાં આવેલી દુકાનોમાં મોઢામાં રસ આવે તેવા અથાણાં મન લલચાવે છે. પરંતુ આ વર્ષે ગુજરાતીઓને અથાણાં હાલના સમયમાં જોવા નહીં મળે આખરે કેમ ? તો ચાલો જણાવી દઈએ તમને. કારણ એવું છે કેકેરીની આવક જેવી થવી જોઈએ તેવી નથી. આંબળા, ગુંદા પણ બજારમાં આવ્યા નથી. આથી અથાણાં બજારમાં નવા બનીને હજુ જોવા મળતા નથી. વ્યાપારીઓ કહે છે માંગ તો છે પણ ચીજો ઉપલબ્ધ નથી તેથી નવા અથાણાં આ વર્ષે એક માસ મોડા બને તો કહેવાય નહીં.