ગુજરાત

gujarat

ETV Bharat / state

Science Week in Bhavnagar : વિજ્ઞાન એટલે ગોખણિયું જ્ઞાન ન હોવું જોઈએ, વિજ્ઞાન નગરીમાં વિજ્ઞાન સપ્તાહનો પ્રારંભ

ભાવનગરના વિજ્ઞાન નગરીમાં વર્ષના વિજ્ઞાન સપ્તાહનો (Science Week in Bhavnagar) પ્રારંભ થયો છે. વિજ્ઞાનનગરી માં રોજના 600 વિદ્યાર્થીઓ અલગ અલગ શાળાના (Students are Visiting Vigyan Nagari) મુલાકાત લઈ રહ્યા છે. વિજ્ઞાનનગરી ટ્રસ્ટીના મતે વિજ્ઞાન કોઈ ગોખણિયું જ્ઞાન નથી. વિજ્ઞાનને નજીકથી બાળકો સમજે તો વિજ્ઞાન સાર્થક થાય છે.

Science Week in Bhavnagar : વિજ્ઞાન એટલે ગોખણિયું જ્ઞાન ન હોવું જોઈએ : વિજ્ઞાન નગરીમાં વિજ્ઞાન સપ્તાહનો પ્રારંભ
Science Week in Bhavnagar : વિજ્ઞાન એટલે ગોખણિયું જ્ઞાન ન હોવું જોઈએ : વિજ્ઞાન નગરીમાં વિજ્ઞાન સપ્તાહનો પ્રારંભ

By

Published : Feb 26, 2022, 10:15 AM IST

Updated : Feb 26, 2022, 10:38 AM IST

ભાવનગર : ભાવનગર શહેરમાં વિજ્ઞાન નગરીમાં વિજ્ઞાન જીવનમાં ઉતારવાનો (Science Week in Bhavnagar) પ્રયાસ કરતી સંસ્થા છે. શહેરની દરેક શાળાના વિદ્યાર્થીઓ હાલમાં વિજ્ઞાન નગરી માં ચાલતા વિજ્ઞાન સપ્તાહ નિમિત્તે મુલાકાત (Students are Visiting Vigyan Nagari) લઈ રહ્યા છે. વિજ્ઞાન શુ છે તે સમજવાનો પ્રયાસ બાળકોમાં કરાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃSciences Exhibition At Gujarat University: વિજ્ઞાન પ્રદર્શનમાં શિક્ષણપ્રધાને વિદ્યાર્થીઓને આપી મહત્વની સલાહ

વિજ્ઞાન નગરીમાં ચાલુ છે વિજ્ઞાન સપ્તાહમાં બાળકોનો વિજ્ઞાન રસ

ભાવનગર શહેરમાં 2010માં વિજ્ઞાન નગરીની સ્થાપના (Establishment of Science City in Bhavnagar) કરવામાં આવી હતી. બળવંતરાય પારેખ વિજ્ઞાન નગરી દર વર્ષે વિજ્ઞાન સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. હાલમાં વિજ્ઞાન સપ્તાહમાં દરેક શાળાના બાળકો વિજ્ઞાન શુ છે તે સમજવા આવી રહ્યા છે. રોજના 600 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં મુલાકાત લઈ રહ્યા છે. બાળકોને દરેક શાળાઓ વિજ્ઞાન નગરીમાં લાવી રહ્યા છે. સરકારી બિન સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ વિજ્ઞાન નગરીમાં સંશોધનો (Research in Bhavnagar Science City) નિહાળ્યા હતા.

આ પણ વાંચોઃICO Examination Of Vigyan Nagari: જાણો બાળકો માટે કેમ મહત્વની છે ભાવનગર વિજ્ઞાનનગરીની ICO અને ISO પરીક્ષા

વિજ્ઞાનનગરી શુ બાળકોમાં કેળવી રહી છે

વિજ્ઞાનને લઈને વિજ્ઞાન નગરીની કામગીરી બાળકો (Children work in the City of Science) પ્રત્યે સ્પષ્ટ રહી છે. વિજ્ઞાન નગરીના ટ્રસ્ટી ચેતના કોઠારીએ જણાવ્યું કે, વિજ્ઞાન એટલે ગોખણિયું જ્ઞાન નથી. વિજ્ઞાનને સમજવું પડે અને વિજ્ઞાનને લઈને બાળકો સંશોધનો જાતે કરે તો તેને સમજ આવશે. રોજ બરોજના જીવનમાં ક્યાક ને ક્યાંક વિજ્ઞાન રહેલું છે. હાલમાં 200 બાળકો વિજ્ઞાન નગરીમાં આવી રહ્યા છે. પ્રયોગો કરી રહ્યા છે અને વિજ્ઞાન વિશે થયેલા સંશોધનનું પુસ્તકોનું વાંચન પણ કરી રહ્યા છે. વિજ્ઞાન પગલે શ્રેષ્ઠ પ્રોફેસરો મારફત લેકચર પણ લેવામાં આવી રહ્યા છે.

Last Updated : Feb 26, 2022, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details