ભાવનગર : શાળાઓ માટે કોઈ કાયદા ન હોય તેમ લાગી રહ્યું છે. રિક્ષાઓ બેફામ વિદ્યાર્થીઓને લઈને ફરે છે. ત્યારે બસમાં સવારી કરતા વિદ્યાર્થીઓ પણ હવે ભોગ બની રહ્યા છે. ભાવનગરમાં થોડા દિવસો પહેલા વાળુંકડ ગામની શાળાની બસમાંથી વિદ્યાર્થીની ફંગોળાઈને વ્હીલમાં આવી જતા મોત નીપજ્યું હતું.
ભાવનગરમાં શાળાની બસમાંથી ફંગોળાઈને વ્હીલમાં આવી જતા વિદ્યાર્થીનીનું મોત - ચિત્રા સ્વામિનારાયણ શાળાની બસમાંથી નાનકડી વિદ્યાર્થીની બસ ઉપડતા દરવાજેથી ફંગોળાઈ
ભાવનગરમાં શાળાની બસમાંથી વિદ્યાર્થીની ફંગોળાઈને વ્હીલમાં આવી જતા મોત નિપજ્યાની બીજી ઘટના બની છે. ચિત્રા સ્વામિનારાયણ શાળાની વિદ્યાર્થીનીનું બસમાંથી ફંગોળાઈને વ્હીલમાં આવી જતા કમકમાટી ભર્યું મોત થતા પરિવારે બસ ડ્રાઈવર પર આક્ષેપ કર્યા છે.
ભાવનગર
ત્યારે આજે ફરી બીજી ઘટના શહેરમાં બની છે. ચિત્રા સ્વામિનારાયણ શાળાની બસમાંથી નાનકડી વિદ્યાર્થીની બસ ઉપડતા દરવાજેથી ફંગોળાઈને પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, બસ ચાલકને ખ્યાલ જ નથી કે, વિદ્યાર્થીની પડી અને વ્હીલમાં આવી ગઈ છે. આ 5 વર્ષની ઑદરકા ગામની રહેવાસી અને બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોતના પગલે પરિવારે બસ ડ્રાઈવર પર નશા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.