ભાવનગર: લોકો પાસે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ હવે ડ્રોનની મદદ લેવાની શરૂ કરી છે. કામ વગર લટાર મારવા નીકળતા લોકોને ઘરમાં રાખવા માટે હવે દરેક વિસ્તારમાં ડ્રોનથી નજર રખાવામાં આવી રહી છે.
ભાવનગર: લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ દ્વારા ડ્રોનથી રખાઈ રહી છે નજર - કોરોના વાઇરસ લોક ડાઉન
ભાવનગરમાં જનતા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરે તે માટે પોલીસ દ્વારા લોકો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
ભાવનગર: લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ દ્વારા ડ્રોનથી રખાઈ રહી છે નજર
ભાવનગરમાં લોકડાઉનનું મોટા ભાગે પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે ભાવનગર પોલીસે હજુ કેટલાક લટાર મારવા નિકળનારા લોકો પર બાઝ નજર રાખવા માટે નવો ઉપાય અપનાવ્યો છે. પોલીસે ડ્રોનની મદદ લેવાની શરૂઆત કરી દીધી છે.
ભાવનગરના શિવાજી સર્કલ વિસ્તારમાં પોલીસે ડ્રોન મદદથી નજર રાખી હતી. રસ્તા પર કોઈ ખોટી રીતે લટાર નથી મારી રહ્યું તેના પર નજર રાખવામાં આવી હતી. પોલીસે કામ વગર બહાર નીકળેલા 71 લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.