- ભાવનગર મનપા દ્વારા કડક કાર્યવાહી
- કડક કાર્યવાહી હાથ ધરી થશે દંડની વસુલાત
- ભાવનગર શહેરમાં ક્યાં થશે CCTVનો ઉપયોગ
ભાવનગરઃ મહાનગરપાલિકા કચરાના નિકાલમાં નિષ્ફળ નિવળે તે માટે હવે કચરાને જાહેરમાં ફેકનારા અને રસ્તા પર કચરાના ઢગ થાય નહીં તે માટે CCTV કેમેરાનો ઉપયોગ શરૂ કરાયો છે. જોઈએ શહેરમાં ક્યાં CCTVનો થશે ઉપયોગ
સોલિડવેસ્ટ વિભાગની હવે બાઝ નજર
ભાવનગરમાં રોજનો 200 ટન કચરો નીકળે છે. ઘરે ઘરેથી કચરો લેવા ટેમ્પલ બેલ પાછળ વર્ષે કરોડો ખર્ચવામાં આવે છે છતાં જાહેર રસ્તામાં કચરાના ઢગ સામે આવે છે ત્યારે ભાવનગરના સોલિડવેસ્ટ વિભાગે બાઝ નજર રાખવા CCTV કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે. જેને લઈને હવે રસ્તામાં કોઈ પણ કચરો નાખશે તો તેની સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવશે.
ક્યાં CCTV નો ઉપયોગ અને શું કાર્યવાહી
ભાવનગર મહાનગરપાલિકાએ જાહેરમાં કચરો ફેકનારાને ઝડપવા માટે હવે CCTV કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે નિરક્ષણ માટે સોલિડવેસ્ટ વિભાગના કર્મચારીઓને બેસાડવામાં આવ્યા છે અને જે કોઈ કચરો નાખે તર CCTV વીડિયોમાંથી ફોટા કાઢીને વ્યક્તિની શોધી દંડ વસુલવામાં આવશે.
ભાવનગર મનપા દ્વારા કચરાના નિકાલ માટે કડક કાર્યવાહી હાથ ધરાઇ ફોટાઓ CCTV માંથી લેવાનું શરૂ
મહનગરપાલિકાનું સોલિડવેસ્ટવિ ભાગના કર્મચારીઓ દ્વારા વીડિયો ચેક કરાશે અને વાહનના નંબરના આધારે વ્યક્તિને પકડવામાં આવશે. હાલ અધિકારીના કહેવા મુજબ ફોટાઓ લેવામાં આવે છે પણ દંડ માટે કમિશ્નર સાહેબના માર્ગદર્શન બાદ કાર્યવાહી હાથ પર લેવામાં આવશે અને દંડની રકમ પણ બાદમાં નક્કી કરવામાં આવશે પણ હાલથી ફોટાઓ CCTV માંથી લેવાનું શરૂ કરાયું છે વહેલી તકે એકશન પણ લેવાશે.