ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં ઢોર પકડવાની કામગીરી મંથર ગતિએ, જાણો શું છે કારણો... - રખડતાં ઢોર

રાજ્યમાં રખડતાં ઢોરની આતંક યથાવત (Stray cattle problem in Bhavnagar) છે. અનેક લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે તો અનેક લોકો મોતને ભેટ્યાં છે. ત્યારે ભાવનગરમાં ઢોર પકડવાની કામગીરીને (Investigation on Cattle Catching Operation) લઈને ETV BHARAT દ્વારા તપાસ કરતાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. જુઓ સમગ્ર અહેવાલ..

ભાવનગરમાં ઢોર પકડવાની કામગીરીને લઈને ચોંકાવનારા કારણો
ભાવનગરમાં ઢોર પકડવાની કામગીરીને લઈને ચોંકાવનારા કારણો

By

Published : Dec 26, 2022, 8:59 PM IST

ભાવનગરમાં ઢોર પકડવાની કામગીરીને લઈને ચોંકાવનારા કારણો

ભાવનગર:શહેરમાં ઢોરની અડફેટે (Stray cattle problem) એક યુવાનનું મોત થયા બાદ કમિશનર આકરા પાણીએ થયા છે. ઘાસચારો વહેંચતા અને ઢોર છોડનાર સામે કડક કાર્યવાહી થઈ રહી છે. પરંતુ ઢોર પકડવાની કામગીરીની (Investigation on Cattle Catching Operation) લઈને તપાસ કરતાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. (Stray cattle problem in Bhavnagar)

કમિશનરનું જાહેરનામું:ભાવનગર શહેરમાં ઢોર સમસ્યા હલ કરવા માટે કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જાહેરમાં ઘાસચારો નાખવો અને રજીસ્ટર વગરના ગાયો જેવા ઢોર રસ્તા પર હશે તો પકડવામાં આવશે અને ફોજદારી કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. ઢોર પકડવાની ટીમ પર વધારવા પર ભાર મૂક્યો હતો. છતાં પણ ભાવનગરમાં ઢોરની સમસ્યા હલ થઈ નથી.

ઢોર પકડવા કેવા લોકોની જરૂર: ETV BHARATએ ઢોર પકડવાની ગોકળગાય કામગીરી પર એક નજર કરી તો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એક ટીમ પર કામગીરી મુદ્દે સવાલ કરતા અધિકારી એમ એમ હિરપરાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ઢોર પકડવા માટે પણ પશુપાલક વર્ગ સમાજના જ વ્યક્તિઓની જરૂર પડે છે. અથવા તો કોઈ જે પશુ રાખતો હોય અને તેની જાણકારી તેની પાસે હોય તેવો જ આ ઢોર પકડી શકે છે. નહીંતર ઇજા થવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. ત્યારે આ ઢોર રાખનાર વ્યક્તિઓ જે ઢોર પકડી શકે છે તેવા લોકો મળતા નથી.

આ પણ વાંચો:શું શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે ?

ઢોરની સંખ્યા સામે ધીમી કામગીરી: ભાવનગર શહેરમાં આશરે ત્રણ થી ચાર હજાર ઢોર રસ્તા ઉપર હોવાનું માનવામાં આવે છે. ઢોર ડબ્બામાં મનપાના 1000 છે. રજીસ્ટર કરેલા ઢોર રસ્તા પર મળે તો ઢોર માલિકને પકડીને દંડ વસુલવામાં આવે છે. ત્યારે રોજના માત્ર 15 થી 20 ઢોર જ પકડવામાં આવતા હોય છે તો મહિને માત્ર 800 થી 900 થવા જાય છે. મતલબ સાફ છે કે આ કામગીરી ખૂબ જ ધીમી છે. મહાનગરપાલિકાને બે ટીમના બદલે અત્યારે એક ટીમથી કામ કરી રહી છે.

આ પણ વાંચો:ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 10 પાકિસ્તાનીઓ ઝડપાયા

કામગીરીનો ધીમો વેગ: ભાવનગરમાં ઢોર પકડવા માટે માત્ર આઠ લોકોને એક ટીમ કામ કરી રહી છે. ત્યારે અધિકારી એમ એમ હિરપરાએ સ્પષ્ટ કહ્યું હતું કે કેટલાક લોકો ડરના કારણે આવતા નથી. નિશ્ચિત લોકોના સમાજના વ્યક્તિઓ દ્વારા ધમકાવવામાં આવે છે. પોલીસ સાથે રાખીને પણ કામગીરી કરવામાં ખતરો રહેલો છે. ઢોર પકડ્યા બાદ પણ પાછળથી ઢોર પકડવાની કામગીરીમાં આવેલા વ્યક્તિને પણ ધમકાવાના આવતા હોવાના કારણે તેવા લોકો બીજી વખત ઢોર પકડવાની કામગીરીમાં આવતા નથી અને બહાના કાઢી કામગીરીથી અળગા રહે છે. આથી માણસોની અછતાને કારણે કામગીરીનો વેગ ધીમો છે.

ABOUT THE AUTHOR

...view details