ભાવનગર : લોકડાઉનમાં બીજા તબક્કામાં કેન્દ્રના નિર્ણય બાદ કેટલીક દુકાનોને છૂટ આપવામાં આવી છે. ત્યારે ભાવનગરમાં પણ સવારથી એક મહિના બાદ કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન ખોલીને શ્રી ગણેશ લોકડાઉનમાં પણ કર્યા છે.
ક્લસ્ટર ઝોન સિવાય બહારના વિસ્તારમાં વેપારીઓના શ્રી ગણેશ ભાવનગરના ગોપાલભાઈ જાની બોરતળાવ રોડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં પોતાની ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ગોપાલભાઈએ લોકડાઉન સમયથી દુકાન બંધ રાખી હતી. પરંતુ રાજ્ય સરકારે દુકાનોને છૂટ આપ્યા બાદ ગોપાલભાઈએ મામલતદારને ઈ-મેલ મારફત મંજૂરી મેળવીને આજ સવારથી પોતાની દુકાન ખોલી છે. ગોપાલભાઈએ એક મહિના બાદ આજે પોતાના ધંધાનો લોકડાઉન વચ્ચે પ્રારંભ કર્યો છે ગોપાલભાઈએ તંત્રની મંજૂરી મેળવી છે. તે સાથે કોરોનાથી બચવા માટે સરકારની ગાઈડલાઈનને પણ અનુસરી રહ્યા છે. પોતાની દુકાન પર ખુલતાની સાથે આવતા લોકોને હાથે સેનિટાઇઝર કરાવવામાં આવી રહ્યું છે. તેમને માસ્ક પણ પહેર્યું છે. ગોપાલભાઈએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ વિનંતી કરી છે.ભાવનગરમાં સૌથી સંવેદનશીલ વિસ્તાર એટલે કે, ક્લસ્ટર ઝોન વિસ્તારમાં કે તેની આસપાસના વિસ્તારમાં દુકાન ખોલવા માટે સરકારે મંજૂરી આપી નથી. જે દુકાનો ખુલી છે તે બાહ્ય વિસ્તારમાં ખુલી છે. ત્યારે જે દુકાનધારકોને ખોલવાની મનાઈ છે, તેવા વેપારીઓ હવે ક્લસ્ટર ઝોન બહારના મંજૂરીની આશા રાખી રહ્યા છે.