ભાવનગરઃ સમાજમાં દિવસે દિવસે વધતા જતા કેસરના રોગની સામે દર્દીઓ દ્વારા ઉપચાર પદ્ધતિ સસ્તી શોધવાના પ્રયાસો થતા હોય છે. NRI વ્યક્તિઓના સહયોગથી(Collaboration of NRI)ભાવનગરમાં સર્જરી થયા બાદના દર્દીઓની(Cancer patient) કાળજી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્પર્શ કેન્સર કેર (sparsh Cancer Care)દર્દીઓને અલગ થેરાપીઓ અને આહાર કોઈ પણ ખર્ચ લીધા વગર આપી રહ્યા છે.
કેન્સર દર્દીઓને ખુશ કરવાના પ્રયાસ હેતુ -ભાવનગર શહેરમાં મહિલા કોલેજ સર્કલમાં કેન્સર દર્દીઓ માટે કોઈ પણ ખર્ચ વગર થેરાપી આપવાનું અને આહાર આપીને તેમને ખુશ રાખવા હેતુથી કેન્સર કેર ઉભું કરવામાં આવ્યું છે. આ કેન્સર કેરના CRO વર્ષાબહેન જાનીએ જણાવ્યું હતું કે આ કેન્સર કેરમાં આશરે 30 જેટલા દર્દીઓ આવે છે તેમને ખુશ કરવાના અમારા પ્રયાસો છે. ફિઝિયોથેરાપી(Physiotherapy), ઓક્યુપ્રેશનલ થેરાપી(Occupational therapy), મનોચિકિત્સક થેરાપી, યોગ થેરાપી, રેકી એન્ડ મેડિટેશન થેરાપી અને મનકી બાત હેઠળ શેરિંગ ઇઝ કેરિંગ પણ શીખવવામાં આવે છે. આ સાથે સોમથી શનિ અલગ અલગ જ્યુસ આપી તેમના આહારની કાળજી રાખવાના આવે છે.