ત્યારબાદ BHMS ડૉક્ટર ભુપત ચોપડા સોનોગ્રાફી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે સોનોગ્રાફી મશીન સીલ કરીને કબ્જામાં કરી લેવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા લાયકાત વિના કામગીરી કરનાર ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાવનગરના તળાજામાં હોસ્પિટલમાંથી ગેરકાયદેસર સોનોગ્રાફી મશીન ઝડપાયું - Talaja
ભાવનગર: શહેરમાં આવેલા તળાજા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન તળાજા ખાતે આવેલી સમર્પણ જનલર હોસ્પિટલમાં ગેરકાયદેસર સોનોગ્રાફી મશીન મળી આવ્યું હતું.
ભાવનગરના તળાજામાં સમર્પણ જનરલ હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન મળી આવ્યું
હાલ આ અંગે આગોગ્ય વિભાગ દ્વારા કોર્ટમાં ફરિયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.