ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરઃ નવાગામમાં સામુહિક આત્મહત્યાની ઘટના, 2 બાળકો સહિત પિતાએ ગળે ફાંસો ખાધો - Son, daughter and father commit suicide in Navagam

ભાવનગર શહેરના નવાગામ ખાતે પિતા અને તેમના બે માસૂમ બાળકો સાથે અગમ્ય કારણોસર ઘરે બપોરના સમયે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના પગલે મામલતદાર તેમજ વરતેજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગરના નવાગામમાં પુત્ર, પુત્રી અને પિતાની સામુહિક આત્મહત્યા
ભાવનગરના નવાગામમાં પુત્ર, પુત્રી અને પિતાની સામુહિક આત્મહત્યા

By

Published : Oct 16, 2020, 7:51 PM IST

ભાવનગરઃ જિલ્લાના નવાગામ ખાતે રહેતા લાલજીભાઈ નાગજીભાઈ ચૌહાણએ શુક્રવારે બપોરના સમયે પોતાના ઘરે તેમના બે માસૂમ બાળકોમાં પુત્રી પ્રતિજ્ઞા અને નાનો પુત્ર માનવ ચૌહાણને તેમના જ પિતાએ ગળા ફાસો દઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

ભાવનગરના નવાગામમાં પુત્ર, પુત્રી અને પિતાની સામુહિક આત્મહત્યા

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તેમજ મામલતદાર સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર લાલજીભાઈ ચૌહાણ જેઓ નવાગામ ખાતે એક ભાડાના મકાનમાં રહેતા હતા તેમજ ટ્રક ડ્રાઈવર તરીકેનો વ્યવસાય કરતા હતા. તેમજ તેમની પત્ની કે જેઓ છેલ્લા એક મહિનાથી કોઈ કારણસર રિસાઈ અને પોતાના પિયર જતી રહી હતી. એવામાં શુક્રવારના રોજ બનેલી ઘટનામાં પિતા સહીત માસુમ બાળકો સાથેના આપઘાત પાછળ ઘર કંકાસ હોવાનું લોક ચર્ચાઓ થઇ રહી છે.

ભાવનગરના નવાગામમાં પુત્ર, પુત્રી અને પિતાની સામુહિક આત્મહત્યા

જો કે પોલીસ દ્વારા ઘટના પાછળ ઘર કંકાસ કે પછી કોઈ અન્ય કારણ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ભાવનગરના નવાગામમાં પુત્ર, પુત્રી અને પિતાની સામુહિક આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details