ભાવનગરઃ શહેરમાં રાજ્ય સરકારની છૂટ બાદ લોકો પોતાના વ્યવસાય અને ઓફિસો ખોલતા નજરે પડ્યા હતા. જો કે, ભાવનગરમાં સવારથી ખૂલેલી દુકાનોમાં ચીજો નહીં હોય અને પડતર ચીજો અને સાફ સફાઈ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાવનગરમાં ખુલ્યા નાના મોટા ધંધાઓ પણ લોકોમાં હજુ કોરોનાનો ડર
ભાવનગરમાં કોરોનાના ડર વચ્ચે કેટલીક દુકાનો ખુલી હતી તો કેટલીક દુકાનો ખુલી જ નોહતી જો કે દુકાન ખોલનારા પણ પ્રથમ દિવસે સાફ સફાઈ અને પડતર વસ્તુઓ દૂર કરી નવી ચિઝો માટે રાહમાં હતા. મીઠાઈ ફરસાણની દુકાનોમાં પણ ચિઝોની લઈને દુકાનદારોએ કાળજી રાખી હતી
ભાવનગરમાં ખુલ્યા નાના મોટા ધંધાઓ પણ લોકોમાં હજુ કોરોનાનો ડર
દુકાનદારોએ નવો માલ સામાન મંગાવો પડે તેવી સ્થિતિ હોવાથી આજના પ્રથમ દિવસે માત્ર દુકાન ખોલીને બેસી રહ્યા હતા. વહેંચવા લાયક ચીજો વહેચી હતી. તો, પાન મસાલાની દુકાનોમાં ચીજો નહિ હોવાથી સૌ કોઈ દુકાન ખોલી મુહૂર્ત સાચવ્યું હતું. જ્યારે સોડા, ફરસાણ, પંચર સહિતની દુકાનો કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ખુલી હતી. જેમાં ખાણીપીણીની ચીજો પર સેનીટાઇઝર ખાસ રાખવામાં આવ્યુ હતું. લોકો મોટી સંખ્યમાં બહાર નીકળ્યા હતા. પરંતુ હજુ કોરોનાનો ડર લોકોના મુખે વર્તાતો હતો.