- બંધ આંખે બધી પ્રક્રિયા કરી ચિઝોને ઓળખી વર્લ્ડ રોકર્ડ સર્જનાર જીત શાળામાં
- સરકારી શાળાના બાળકોને અદભુત કળા શીખવવા જીતના સેમિનારનું આયોજન
- કેવી રીતે બંધ આંખે કઇ રીતે જોઈ શકાય તેનું માર્ગદર્શન જીત 7 થી 14 વર્ષના બાળકોને આપ્યું
ભાવનગર: જીત ત્રિવેદીએ 14 વર્ષની ઉંમરે બ્રેઇન પાવર વધારવા (Increase Brain Power) શિક્ષણ મેળવ્યું હતું અને પોતાની છઠ્ઠી અદ્રશ્ય ઇન્દ્રિયને જાગૃત કરવામાં આવી હતી. હાલ જીત ત્રિવેદી બંધ આંખે પણ ખુલ્લી આંખે થતી બધી જ પ્રક્રિયા સરળતાથી કરવા લાગ્યો છે અને સાત વર્લ્ડ રેકોર્ડ(World Record Bhavnagar) સર્જી પણ દીધા છે ત્યારે આવા વર્લ્ડ રેકોર્ડ સર્જનાર જીત ત્રિવેદીએ (World Record Creator jeet Trivedi) સરકારી શાળામાં માર્ગદર્શન આપવા અને સાથે પોતાના જ્ઞાનની વહેંચણી કરવાની શરૂઆત કરી દીધી છે. જીત ત્રિવેદીના જણાવ્યા મુજબ, તેની પાસે કોઈ ગોડ ગિફ્ટ (god Gift) નથી, પરંતુ આ એક કળા છે જે દરેક મનુષ્યમાં હોઈ જ છે બસ જરૂર છે તેને ઓળખવાની.
World Record Bhavnagar: સરકારી શાળાના બાળકોની છઠ્ઠી ઇન્દ્રિય ખુલશે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને માનસિક રીતે મજબૂત ચેરમેનની પહેલ ભાવનગરની સરકારી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને માનસિક રીતે મજબૂત કરવા માટે નવા ચેરમેન દ્વારા દરેક શાળાઓમાં આંખે પાટા બાંધી વર્લ્ડ રેકોર્ડ કરનાર જીત ત્રિવેદીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જીત ત્રિવેદીએ અત્યાર સુધીમાં સાત જેટલા આંખે પાટા બાંધીને વર્લ્ડ રેકોર્ડ સર્જી ચૂક્યો છે. આ કળા દરેક વ્યક્તિ પોતાનામાં કેળવી શકે છે તેનું શિક્ષણ હવે જીત શાળાએ શાળાએ જઈને આપી રહ્યા છે અને એક નવા જીતને અસ્તિત્વમાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
World Record Bhavnagar: સરકારી શાળાના બાળકોની છઠ્ઠી ઇન્દ્રિય ખુલશે નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં જીત ત્રિવેદીના સેમિનારનું આયોજન લોકોના વિચાર મુજબ
સેમિનારને સામાન્ય માનવામાં આવે છે, પરંતુ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને માનસિક રીતે મજબૂત કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આંખે પાટા બાંધી વાહન ચલાવવા સહિતની પ્રક્રિયા કરનાર જીત ત્રિવેદી આ કળાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારી શાળાના બાળકોમાં ખુબ તેવડ પડેલી છે આ તેવડને પગલે બાળકોમાં માનસિક વિકાસ થાય અને એક નવો જીત અસ્તિત્વમાં આવે તે હેતુથી જીત ત્રિવેદીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 55 શાળા પૈકી 10 શાળામાં સેમિનાર થઈ ચૂક્યા છે અને દરેક શાળામાં સેમિનાર કરવામાં આવશે કારણ કે આ શક્તિ 7 વર્ષથી 14 વર્ષના બાળકોમાં ઝડપથી વિકાસ થાય છે.
World Record Bhavnagar: સરકારી શાળાના બાળકોની છઠ્ઠી ઇન્દ્રિય ખુલશે આ પણ વાંચો:ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું
જીત ત્રિવેદીએ બંધ આંખે થતી પ્રક્રિયા પરથી ઉઠાવ્યો પડદો શું સત્ય
ભાવનગરના જીત ત્રિવેદીએ 14 વર્ષની ઉંમરથી બ્રેઇન પાવરફુલ કરવા ટ્રેઇનિંગ લીધેલી છે. આઠ વર્ષ બાદ જીત ત્રિવેદી પોતાની કળા અન્ય બાળકોમાં વિકસે તેવા હેતુથી તેને સેમિનારમાં શીખવવાનો પ્રારંભ કરીને બાળકોનું આમાં રુચી વધે તેવા પગલા લેવામાં આવ્યાં છે. જીત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બંધ આંખે વાહન ચલાવવું, પુસ્તક વાંચવા કે રાઇફલ શૂટિંગ કરવું એ કોઈ ગોડ ગિફ્ટ નથી પણ આઠ વર્ષ પહેલાં આગળ જઈએ તો મેં બ્રેઇન પાવરફુલ કરવા ટ્રેઇનિંગ લીધેલી છે જેમાં સિક્સ સેન્સ (છઠ્ઠી ઇન્દ્રિય) જાગૃત કરી છે. જે કોઈ પણ કરી શકે છે જેમ કે, સ્વાદથી, સ્પર્શથી અને બંધ આંખે થતું વિઝયુંલાઈઝેશન આવે તેના આધારે તે બધું કરી શકે છે.
World Record Bhavnagar: સરકારી શાળાના બાળકોની છઠ્ઠી ઇન્દ્રિય ખુલશે આ પણ વાંચો:ભાવનગર યુનિવર્સિટીમાં ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયારઃ રાષ્ટ્રીય કક્ષાની સંતોષ ટ્રોફી રમાશે
જીત ત્રિવેદીના વર્લ્ડ રેકોર્ડ અને બંધ આંખે શુ જાગૃત કરવું જરૂરી
જીત ત્રિવેદી વિશે વાત કરવામાં આવે તો તેને સાત જેટલા વર્લ્ડ રેકોર્ડ કરેલા છે, જેમાં તેને બંધ આંખે લેહથી ખારડુંગલા 39 કિલોમીટર સ્કુટર બંધ આંખે ચલાવ્યું છે. જ્યારે બીજું 30 સેકન્ડના બંધ આંખે 35 ફુગ્ગા ફોડ્યા છે તો ત્રીજું બંધ આંખે 42 બોલના કેચ એક મિનિટમાં પકડ્યા છે એટલું મર્યાદિત નથી બાસકેટ બોલ રમતા રમતા આંખે પાટા બાંધી સ્કેટિંગ કરતા કરતા 4.8 કિલોમીટરનો રેકોર્ડ છે. આમ સાત જેટલા રોકર્ડ તેના નામે નોંધાવી ચૂક્યો છે. ત્યારે સામાન્ય માણસ ખુલી આંખે કરે તે બધું જીત બંધ આંખે કરવાની શક્તિ છે. પાંચ ઇન્દ્રિયો સાથે છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરવામાં આવે એટલે દરેક માણસથી બધું કરવું શક્ય છે તેમાં 7 થી 14 વર્ષનો ગાળો શ્રેષ્ઠ હોવાથી જીત હાલમાં સરકારી શાળાના બાળકોને આ શિક્ષણ પ્રદાન કરવા સેમિનાર કરી રહ્યો છે.