ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ અટલ ઓડીટોરીયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યપાલ તેમજ શિક્ષણપ્રધાન સહિતના મહાનુભવો ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં યુનિવર્સીટીમાં વિશેષ સિદ્ધિ હાસંલ કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભાવનગર યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે પદવી એનાયત - ભાવનગર યુનિવર્સીટી સમારોહમાં રાજ્યપાલ અને શિક્ષણપ્રધાન ઉપસ્થિત રહ્યા
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 120 જેટલા વિદ્યાર્થીઓને 133 મેડલ અલગ-અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીને આપવામાં આવ્યા હતા. આ સમારોહમા રાજ્યપાલ અને શિક્ષણ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.
![ભાવનગર યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે પદવી એનાયત ભાવનગર યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે પદવી એનાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5468575-thumbnail-3x2-bhavnagar.jpg)
જેમાં ભાવનગર યુનિવર્સીટીમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને વિવિધ મહાનુભવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિવિધ 10 ફેકલ્ટીના 8635 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા નોંધણી કરાવવામાં આવી હતી. જેમાં 120 જેટલા વિદ્યાર્થીને 133 મેડલો આપવામાં આવ્યા હતા. જે પહેલી વખત યુનિવર્સિટીના ઇતિહાસમાં બનવા પામ્યું છે. આ પદવી એનાયતમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાસંલ કરનાર તારલાઓને રાજ્યપાલ સહિતના મહાનુભવોના હસ્તે ડીગ્રી અને ડીપ્લોમાંની પદવી એનાયત કરવામાં આવી હતી.