ભાવનગર:ભાવનગર ડમીકાંડમાં મુખ્ય બે આરોપી શરદ પનોત અને પ્રકાશકુમાર ઉર્ફે પી.કે કરશનભાઇ દવે ડમીકાંડ આચરતા હોય અને તેને ઝડપીને આપેલી કબૂલાત બાદ 36ના નામો સામે આવ્યા છે. પોલીસે મુખ્ય આરોપી બાદ ડમી અને સાચા પરિક્ષાર્થીઓને મળીને છને ઝડપી લીધા બાદ આગળ રચાયેલી SIT દ્વારા અમરેલીમાં ધામાં નાખવામાં આવ્યા છે.
11 વર્ષના કાંડમાં તપાસનો દોર:ભાવનગરમાં 2012 થી શરદ ભાનુશંકર પનોત દ્વારા જાતે ડમી તરીકે પરીક્ષા આપ્યા બાદ ડમી ઉમેદવારો શોધીને ગેરકાનૂની ધંધાને વેગ આપ્યો હતો. જેમાં સૌથી વધુ ડમી તરીકે પરીક્ષા આપનાર મિલાન ઘુઘાભાઈ બારૈયા સરતાનપરવાળો છે. જોનકે પોલીસે હજુ તેની અટકાયત નથી કરી. પરંતુ મુખ્ય આરોપી શરદ પનોત, પ્રકશકુમાર ઉર્ફે પી કે દવે, બળવંત રમેશ રાઠોડ જે શરદ અને પી કે લેપટોપમાં બોગસ રસીદો બનાવતો હતો. આ સાથે પ્રદીપ નંદલાલ બારૈયા જે જેસર કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો તેને ઝડપી લીધા છે બાદમાં ડમી સંજય હરજી બારૈયા અને મૂળ પરિક્ષાર્થી અક્ષર બારૈયાને ઝડપી લીધા બાદ અન્યને ઝડપવા ચક્રોગતિમાન SIT ની રચાયેલી ટીમ દ્વારા કરવામાં આવ્યા છે.
SIT ની ટીમ અમરેલી પહોંચી:SIT ની રચના બાદ અલગ અલગ બનાવેલી ટીમો અલગ અલગ સ્થળો પર તપાસ કરી રહી છે. એક ટીમ અમરેલીના દુધાળા ગામે આવેલી શ્રી પ્રગતિ હાઈસ્કૂલમાં તપાસમાં પોહચી હતી. પોલીસે અમરેલીમાં જ્યાં જ્યાં ડમી વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા તે કેન્દ્રોની તપાસ હાથ ધરી છે. જો કે સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં CCTV શૂટિંગ પણ રાખવામાં આવતું હોય છે. આ સાથે આવેલા પરિક્ષાર્થીઓના ડેટા પણ હોય શકે છે.બત્યારે SIT ટીમ દ્વારા તપાસ અલગ અલગ કેન્દ્રો પર કરવા પોહચી છે. 17 તારીખના રોજ SIT ટીમ અમરેલીમાં ધામાં નાખ્યા છે. ત્યારે વધુ ડમી તરીકે પરીક્ષા આપનાર મિલન બારૈયા સરતાનપરવાળો પોલીસના હાથવેંતમાં હોવાની ચર્ચા વચ્ચે હજુ અટકાયત 17 તારીખની સાંજના 6 કલાક સુધી કરવામાં આવી ન હતી.