ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર કોંગ્રેસ દ્વારા હાથરસ ઘટના પગલે મૌન સત્યાગ્રહ - શ્રદ્ધાંજલિ

ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનામાં જ્યારથી રાહુલ અને પ્રિયંકા ગાંધીએ કુચ કરી છે ત્યારથી સમગ્ર દેશ સાથે ભાવનગરમાં પણ કોંગ્રેસ એક દિવસ છોડ્યા વગર વિરોધ કાર્યક્રમો આપી રહી છે. ભાવનગરના જશોનાથ સર્કલ પાસે કોંગ્રેસે મૌન સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

Bhavnagar news
Bhavnagar news

By

Published : Oct 6, 2020, 10:52 AM IST

ભાવનગરઃ શહેર અને જિલ્લા કોંગ્રેસએ ઉત્તરપ્રદેશના હાથરસના બનાવને પગલે મૌન સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શહેરના જશોનાથ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અને તેના પરિવારને શક્તિ મળે તેવા હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પીઢ નેતાઓ અને હાલમાં ચૂંટાયેલા ધારાસભ્યથી લઈને નગરસેવકો પણ વિરોધ કાર્યક્રમમાં આવી પોહચ્યા હતા.

ભાવનગર કોંગ્રેસનો હાથરસ ઘટના પગલે મૌન સત્યાગ્રહ

શહેરના જશોનાથ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા હતા અને નિર્ભયા સમયે શ્રદ્ધાંજલિ આપવા બહાર નીકળી પડેલું ભાજપ આજ હાથરસ મામલે ક્યાંય સોશિયલ મીડિયા કે ક્યાંય જોવા નહિ મળતું હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે દીકરીનું મોઢું પણ જોવા દેવામાં આવ્યું નહિ અને પોલીસેે અગ્નિસંસ્કાર કરવા પડ્યા તેની પાછળ કારણ શું છે ?

મૌન સત્યાગ્રહ

ABOUT THE AUTHOR

...view details