ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો
- પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો
- ડેમના 10 દરવાજાઓ 1 ફૂટ ખોલવામાં આવ્યાં
- ખેડૂતોમાં ખુશીની લહેર
ભાવનગરઃ જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રમાં બીજા ક્રમનો ડેમ શેત્રુંજી ડેમ ગુરૂવારની મોડીરાત્રીના ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની વિપુલ આવકને પગલે તંત્રને 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો શહેર-જિલ્લા માટે પીવા માટે તેમજ ખેત સિંચાઈ માટે એક માત્ર આધાર સ્તંભ અને પચાસ વર્ષ જૂનો શેત્રુંજી ડેમ જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો છે. શેત્રુંજી નદી ઉપરાંત નાની-મોટી 17થી વધુ નદીઓના નીર આ ડેમમાં ઠલવાય છે, જેમાં સૌથી વધુ આધાર શેત્રુંજી નદીનો છે. આ નદી જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલમાંથી નીકળી પાલિતાણા તાલુકામાં આવેલા શેત્રુંજી ડેમમાં સમાઈને આગળ તળાજા તાલુકાના સરતાનપર ગામે આવેલા ભાવનગરના અખાતને મળે છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો છેલ્લાં બે સપ્તાહ કરતા વધુ સમયથી ગીર તેમજ અમરેલી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક શરૂ થઇ છે. જેથી પાંચ વર્ષ બાદ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે.
ગુરૂવારે સાંજે ડેમની જળ સપાટી 34 ફૂટે પહોંચી હતી અને નિરંતર જળપ્રવાહ શરૂ રહેતા ડેમ સ્થિત અધિકારીગણને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી, જેથી ડેમના 10 દરવાજાઓ 1 ફૂટ ખોલવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો આ અંગે ડેમ સત્તાવાર સૂત્રોના જણાવ્યાં અનુસાર વર્તમાન સમયે 807 ક્યુસેક કરતા વધુની જળરાશિની આવક શરૂ છે, જે અન્વયે 807 ક્યુસેક પાણી દરવાજા દ્વારા છોડવામાં આવી રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં આગામી બે વર્ષ સુધી ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણી તેમજ ખેત સિંચાઇનો પ્રશ્નો હલ થયો છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો જિલ્લામાં આમ જનતાથી લઈને ધરતીપુત્રો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, જે કુદરત મહેરબાન બનતા આ સુખદ આતુરતાનો અંત આવ્યો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો