સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે સ્ત્રીઓ પણ આત્મરક્ષા કરી શકે તેવા હેતુથી વિશ્વ હિન્દુ પરિષદની મહિલા શાખા દુર્ગાવાહિની દ્વારા દર વર્ષે દુર્ગાવાહિની એટલે કે મહિલાઓને આત્મરક્ષણની તાલીમ પૂરી પાડવા માટે ખાસ પ્રશિક્ષણ વર્ગ અને તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે.
ભાવનગરમાં 240 દુર્ગાવાહિનીઓએ આત્મરક્ષણ અંતર્ગત મેળવેલી તાલીમનું પ્રદર્શન કર્યું - Priti bhatt
ભાવનગર: પુરુષ સમોવડી બનેલી સ્ત્રીઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષની સમકક્ષ બની છે. એ પછી ધંધા-રોજગારની હોય કે રાજકારણ. સ્ત્રીઓ પુરુષની સમકક્ષ બની હોવાનો સતત અને સમાંતર પુરાવો આપતી રહે છે. આજે પણ ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદના યજમાનપદે વિશ્વ હિન્દુ પરિષદની ભગિની સંસ્થા દુર્ગાવાહિની માસ પ્રશિક્ષણ મેળવી રહેલી 240 દુર્ગાવાહિનીઓએ આત્મરક્ષણ અંતર્ગત મેળવેલી તાલીમનું પ્રદર્શન રજૂ કર્યુ હતું.
આ વખતે ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ શાખાના યજમાનપદે આ કાર્યક્રમ યોજાયો છે. વિશ્વ હિન્દુ પરિષદની ભગિની સંસ્થા દુર્ગાવાહિની દ્વારા કર્ણાવતી પ્રાંત અંતર્ગત આવતા સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાંથી પસંદ થયેલી દુર્ગાવાહિનીઓ માટે નવ દિવસીય તાલીમ વર્ગનું આયોજન ભાવનગરના રઘુકુલ વિદ્યાધામ ખાતે કરવામાં આવ્યું હતુ.
જે અંતર્ગત તાલીમના ભાગરૂપે આજે એટલે કે શનિવારના રોજ છઠ્ઠા દિવસે દુર્ગાવાહિનીઓ દ્વારા શક્તિ પ્રદર્શન શીર્ષક તળે ભાવનગર નારાજ માર્ગો પર વિશાળ રેલી યોજવામાં આવી હતી જ્યાં તેમણે છ દિવસ દરમિયાન મેળવેલી તાલિમનું શિક્ષણ પ્રશિક્ષણ રજૂ કર્યું હતું. દુર્ગાવાહિનીઓએ અંગ કસરતના અલગ-અલગ કૌવત રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાગણોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શક્તિ રેલીને નિહાળવા માટે નોંધપાત્ર સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી હતી.