ભાવનગરઃશહેરમાં ચાર મિત્રોએ બનાવેલી વોરકપ નાનકડી કંપનીનો પ્રારંભ સાથે અદભુત અને અલગ પ્રકારની સેવાનો( Service activity in Bhavnagar)પ્રારંભ કર્યો છે. ત્યારે શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો કોરોનાકાળમાં બહાર જઈ શકતાના હોઈ તેથી વૃદ્ધાશ્રમમાં વાળ અને દાઢીનો કાપવાનો કેમ્પ રાખ્યો હતો.
ખાનગી સંસ્થાએ વૃદ્ધાશ્રમમાં આપી અલગ પ્રકારની સેવા
ભાવનગર શહેરસેવાકીય પ્રવૃતિઓમાં (different kind of service in Bhavnagar )અગ્રેસર રહ્યું છે. ત્યારે ભાવનગરના ચાર યુવાનોએ બનાવેલી નાનકડી એવી એક રજીસ્ટર્ડ કંપનીની શરૂઆત બાદ અલગ પ્રકારનો કેમ્પ યોજ્યો હતો. વૃદ્ધાશ્રમમાં વૃધ્ધો માટે દાઢી વાળ કાપવાનો ફ્રી કેમ્પ( Free shaving camp for the elderly at the old age home) યોજ્યો હતો. સંસ્થાના સંચાલક યોગીરાજસિંહે જણાવ્યું હતું કે તેમની કંપનીની શરૂઆત બાદ તેમણે સેવાકીય પ્રવૃતિઓ કરવી હતી તેથી તેમને દાઢી વાળ વૃધ્ધોને મફતમાં કાપી આપવા અને તેના માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ઓમિક્રોનના ડર વચ્ચે વૃદ્ધો બહાર જઈ શકતા નહિ હોવાથી તેમને આ વિચાર આવ્યો અને કેમ્પનું આયોજન કર્યું છે.