પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરમાં દરિયા કાંઠે આવેલા 200 વર્ષ જુના ઘોઘા ગામમાં દરિયાથી રક્ષા મેળવી શકાય તે માટે અંગ્રેજો દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી. અંગ્રેજોના સમયમાં ઘોઘા ગામનો વિકાસ અસામાન્ય હતો. પરંતુ આઝાદી બાદ જાણે ગામનો વિકાસ અટકી ગયો હોય તેવી સ્થિતી થઇ ગઇ છે.
ભાવનગર: લોકોની સુરક્ષા અંગે સરકારની બેદરકારી, ઘોઘા ગામે દરિયાઇ રક્ષિત દિવાલ જર્જરીત હાલતમાં - etv bharat news
ભાવનગર: પૌરાણિક સૌથી જુના ઘોઘાગામની રક્ષા હેતુ બનેલી અંગ્રેજો સમયની રક્ષિત દીવાલ છેલ્લા 20 વર્ષથી ધરાશયી થઇ ગઈ છે. દરિયા કાંઠે જિલ્લા પંચાયતની GMB અને ગ્રામ પંચાયતની જમીનો હોવાથી આ દીવાલ કોણ બનાવે તે પ્રશ્ન હજુ પણ યથાવત છે.
ગામમાં છેલ્લા 20 વર્ષથી દિવાલ ટુટી ગઇ છે છતાં સરકાર દ્વારા તેના સમારકામના તેમજ નવ નિર્માણના પ્રયાસો થતાં નથી. અમાસ તેમજ પુનમના દિવસે ભરતીના પાણી ઘરોમાં ઘુસી જાય છે. જેને પગલે દરિયા કિનારે રહેતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. મુુખ્યપ્રઘાન સુધી થયેલી રજુઆતને સરકાર આંખ આડા કાન કરીને બેસી ગઇ છે.
એક સમયે મરી મસાલા માટે ઘોઘા ગામ દરિયાઇ હબ ગણાતું હતું. પરંતુ સરકારનું નિરાશા જેવું વલણ ગ્રામજનોને ખટકી રહ્યું છે. રક્ષિત દિવાલ કોણ બનાવશે તે માટે સરકારી ખાતા એકબીજાને ખો આપી રહ્યા છે. દરિયાકાંઠાની જવાબદારી GMBની હોય છે પરંતુ કાંઠે આવેલી જિલ્લા પંચાયત નજીક હોવાથી GMB એકમેક પર જવાબદારી થોપી રહી છે.